એક બાજુ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચુંટણી માટે વોટિંગ ચાલતી હતી ત્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબે જેવી જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ૮મી નવેમ્બર ૨૦૧૬ની મધરાતથી રદબાતલ જાહેર થશે કે તરત જ મારા ઘરે હોબાળો મચ્યો. અમેરિકા વોટિંગમાં તો ભારત નોટિંગમાં એટલે કે નોટ ગણતરીમાં વ્યસ્ત થઈ ગયું. ભારે હૈયે મારા પત્નીશ્રી બોલ્યા કે હવે ? મે પુછ્યુ કે કેટલી નોટો છે ? ( મને એમ હતું કે એની પાસે બે પાંચ નોટ હશે અને મારી પાસે તો ગણીને માત્ર બે જ છે) ત્યાં તો પત્ની શ્રી એક આખુ બંડલ લઈને આવ્યા. અને મને ફાળ પડી ? મનોમન મોદી સાહેબનો મનથી આભાર માન્યો કે જેમના કારણે મારા ઘરમાં રહેલું કાળું નાણું બહાર આવ્યું.જે સમૂળગું મારી જાણ બહાર સચવાયેલું હતું ( અને જે મારા મહેનતની જ આડપેદાશ હતી).
ત્યાં તો એક મિત્રનો ફોન આવ્યો કે મીતભાઈ મારી પાસે ૨૦ પેટી છે એનું શું થશે ? મને એટલા રુપિયા મળશે ને ? મેં કહ્યું દસ પેટી મને આપી જા નવ પેટી અપાવવાની મારી જવાબદારી. અને એ રસ્તો ના સુઝતો હોય તો ૨૦ જણાની ટીમ બનાવી બધાને ઓશન ઈલેવન જેવી ટીમ બનાવી વારાફરતી નોટો બદલાવવા મોકલ. તો વળી બીજા મિત્રએ ફેસબુક પર રાડ પાડી કે એટીએમ કેમ બંધ રહેશે ? મેં કહ્યુ મોદી સાહેબ એક દિવસ માટે તમને ગાંધીજીની કિંમત કરાવવા માંગે છે. જે દસ દસ રુપિયાના છુટ્ટાની કિંમત નહોતા કરતા એમને મોદી સાહેબે ભાન કરાવ્યું કે રકમ મોટી નથી હોતી પણ ટાઈમીંગ મહત્વની હોય છે. મને ઘણીવાર થતું કે ઘણા અમીરોને ત્યાં ઘરે પાંચ દસ પેટી રોકડા પડેલા હોય છે? મારા ઘરે પાંચ પેટી દસ પેટી કેમ નથી ? તેની સામે હવે થાય સારું થયુ કે હાલ પુરતી નથી. બેન્કવાળાઓની કટકટથી બચ્યો. ૫૦૦ કે ૧૦૦૦ની નોટો ખાનગી જ રાખે તો બધી કાગળ બની જાય અને જો બહાર કાઢે તો બધી કાગળ પર ચઢી જાય.
મોદીસાહેબે ચુંટણી વખતે જાહેરાત કરી હતી કે દેશમાં બ્લેકમની તેઓ પરત લઈને આવશે. પણ એમણે આ પગલું લઈ લોકોને હેપ્પી રિયલાઈઝેશન કરાવ્યુ કે જે વસ્તું તમારી પાસે છે તેની શોધ બહાર શું કામ કરો છો ? જે લક્ષ્મીની અપેક્ષા તમે મારી પાસે રાખો છો એ તો તમારા ઘરમાં જ છે એને બહાર શોધવા જવાની જરુર નથી. એટલે મોદી સાહેબે બધાના અંતરના ચક્ષુ ખોલી આપ્યા. મોદી સાહેબ ૨૦૧૯ની ચુંટણી માટેની ઇલેકશનની સ્પીચમાં કવર કરતા કહેશે, " મેરે ભાઈઓ ઔર બહેનો મે સ્વીકારતા હું કિ મેં વિદેશ મે રહે કાલે ધનકો ભારત કે અંદર મેં લેકર નહિ આયા પર દેશ કે અંદર રહે કાલે ધન કો બાહર લેકર આયા વો ભી કમ ઉપલબ્ધિ નહિ હૈ." દિવાળી પર આખુ વર્ષ અમારી રક્ષા કરતા વોચમેનને મેં હરખપદુડા થઈ ૫૦૧ રુપિયાની બોણી આપેલી જે લઈને અમારા વોચમેન દરવાજે પ્રગટ્યા જેમાં પાંચસોની નોટ લઈને વોચમેન આવ્યો અને કહ્યું સાહેબ આ ૫૦૦ની નોટ બદલાવી ૧૦૦ ની પાંચ નોટ આપી દેજોને. તમતમારે ટાઈમ લેજો મને કોઇ ઉતાવળ નથી." મે એને એ નોટો આવતા વર્ષે જ આપવાનો નિર્ધાર કર્યો છે. જોકે મોદીસાહેબના નિર્ણય સામે સૌથી મોટો બળાપો એટીએમ મશીનો કાઢશે. કારણ કે હવે ૫૦૦ રુપિયા આપવા એકને બદલે પાંચ નોટો ગણવી પડશે. અમેરિકન રાષ્ટ્રપતિના ઉમેદવારોને એમ હતું કે આવનારા દિવસોમાં અમે દુનિયામાં છવાયેલા રહીશું તો મોદી સાહેબે બધાને કહ્યું કે બકા થોડી હવા આવવા દે.
હવે પેપરમાં જાહેરાતો આવશે.
નવી જાહેરાત-નોટ બદલાવવા માટે માણસ જોઇએ છે.જરુરી લાયકાત- આધારકાર્ડ, પાનકાર્ડ ધારક હોવો જોઇએ. બેન્કમાં લાઈનમાં ઉભા રહેવાની શારીરિક ક્ષમતા અને પુરતી નવરાશ હોવી જોઇએ.
બેન્કવાળા કટાણું કરે તો સહન કરવાની સહનશક્તિ હોવી જોઇએ.પગાર-લાખ રુપિયે ૫૦૦/- મળશે.
મારુ મન થાય કે આજે જ ફોરેન ટ્રીપ મારી આવુ.મેક માઈ ટ્રીપ વાળાની હોટેલોમાં રહીને કેશ ઓન ચેક આઉટમાં કેશ ૫૦૦ કે ૧૦૦૦ની નોટો આપું. આઈસ્ક્રીમ ખાવા ફેમીલી સાથે જાઉં અને રાજભોગ નો ભોગ લીધા બાદ ૫૦૦ની નોટ પકડાવું. અને પેલો લેવાની ના પાડે તો કહું ખાતે લખી દેજે. પેટ્રોલ પંપ પર ૧૦૦૦નું પેટ્રોલ ભરાવી ૧૦૦૦ની નોટ આપું. હવે ગણપતિ નવરાત્રિમાં ફાળો ૨૦૦૧ મંગાશે. પાવૈયા પણ એટલી જ રકમ આશીર્વાદ આપવા માંગશે. લગ્નોમાં દહેજ માંગનારાઓની હાલત કફોડી થશે કારણ કે ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટોમાં ટ્રેકિંગ સિસ્ટમ છે. કોઇ પેમેન્ટ લઈ જાય અને જો બોલે પેમેન્ટ મળ્યું નથી તો ટ્રેકિંગ વડે એ પણ પકડાશે. આંગડિયાઓનું કામ સરળ થશે. અરે ઘરમાં કોઇ ચોરી કરે તો એનો ચોર પણ પકડાશે. એટલે ઘણી કામવાળી બાઈઓના પેટે પણ લાત મારી મોદી સાહેબે. નવાઈની વાત તો એ છે કે હજી તો મોદી સાહેબે જાહેરાત કરી કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો આજથી રદબાતલ તો ઘણા પુછવા બેઠા કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદબાતલ થઈ તો આ બાબતે તમારું શું માનવું છે ? અરે નવરીના માનવું એટલું જ છે કે દેશ માટે આ જરુરી હતું. અને એ જ કર્યું.
એક વાતની અંહિ ગંભીર નોંધ લેજો. ભારતના અધિકાંશ લોકોની ઝિંદગી લાઈન મારવામાં અને લાઈનમાં રહેવામાં જ વીતતી હોય છે. પહેલા આધારકાર્ડ, પછી વોટિંગ કાર્ડ, પછી પાસપોર્ટ, જનધન યોજના, બેન્ક, વોટ આપવા માટેની લાઈન, હોસ્પિટલોમાં લાઈન અને હવે રુપિયા બદલાવવાની લાઈન.
ચચરાટ-કોઇ પણ સરકારી અધિકારી માટે ચેતવણી કે નવી નોટો લાંચ રુપે લેવી નહિ. નહિતર હવે તો ફિંગર પ્રિન્ટની પણ જરુર નહિ પડે બસ ટ્રેકિંગથી જ પકડાય જવાની સંભાવના રહેલી છે.