Wednesday, December 30, 2015

ક્યાં તો શાકાહારી રહો યા તો માંસાહારી પણ ઠોકાહારી શું કામ બનો છો?

ખબર-નવા વર્ષના પ્રથમ દિવસથી ઍર ઇન્ડિયાએ એકથી દોઢ કલાકના ઘરેલુ ઉડ્ડયન દરમિયાન ઈકોનૉમી ક્લાસમાં માત્ર ગરમ શાકાહારી ભોજન જ પીરસવાનો નિર્ણય કર્યો છે. "
અને પછી જ્યારે ગામ આખાએ હોબાળો મચાવ્યો ત્યારે લીંપણ શરુ કર્યુ કે, "ના ના અમારા સર્ક્યુલરનો ખોટો અર્થ કઢાયો છે. " તો ટોપા જેવા અર્થઘટન સાથે જ સર્ક્યુલર બહાર પાડતા હોવ તો.
મને લાગે છે આવનારા દિવસોમાં આ લોકો ઉડ્ડયન દરમ્યાન સંસ્કાર ચેનલ બતાવશે ને સાથે માળા જપતી માડી જેવી એર હોસ્ટેસ પાસે સેવા કરાવશે.ધાર્મિક મેગેઝીનો વાંચવા આપશે. બાબા રામદેવના પ્રોડક્ટ દેશી ટોયલેટમાં વાપરવા આપશે.અને વિમાનના દરવાજે ગણપતિ બાપાની મૂર્તિ.
અલા આ તો કેવી દાદાગીરી ? હું પોતે શાકાહારી છું પણ એનો મતલબ એમ થોડી થાય કે હું મારી શાકાહારી વૃતિને ઠોકાહારી બનાવું. વેલ જે લોકો નોનવેજ ખાય છે તેમણે વેજીટેરીયન લોકોને નોનવેજ ખાવા કદી દુરાગ્રહ ના કરવો. ( મારી આસપાસ ઘણા ઠાલા પ્રયત્નો કરે છે પણ એમના નામે નિષ્ફળતા કાયમી લખાયેલી છે.)અને એવું જ વેજીટેરિયન લોકોનું. આવું જો દરેક દેશ કરવા લાગ્યા તો વિદેશોની ફ્લાઈટમાં ભુખે મરવાનો વારો આવે. 
માણસની વ્યકિતગત ઇચ્છા અને ચોઇસને ચોક્કસથી માન મળવુ જોઇએ. અને એ બન્ને પક્ષને લાગુ પડે છે.



No comments:

Post a Comment