Monday, December 14, 2015

સિસ્ટમ એટલે સરકાર નહિ પણ લોકોની માનસિક્તા.

હું જ્યારે ભારતમાં  હતો ત્યારે મને થતું કે વિદેશ આવનારા ભારતીયો કેમ ભારત પરત આવતા નથી. મને તો મારું ઘર, મારું શહેર, મારા મિત્રો બધા ખુબ યાદ આવે અને એ બધાની યાદોનો ટ્રોમા દિવસમાં એકવાર તો ચોક્કસથી આવે. એ લોકોને પણ આવું નહિ થતું હોય ? થાય જ. પણ પરત ન આવવાનું સૌથી મોટુ કારણ એ કે વિદેશોમાં એક મનુષ્ય તરીકે થતી કદર. એક માણસ તરીકે તમે સિસ્ટમ માટે ખુબ મહત્વના છો. તમારુ સુખ, તમારી અનુકુળતાની કદર અને કાળજી સિસ્ટમ હંમેશા રાખે. અને આ સિસ્ટમ એટલે સરકાર નહિ પણ લોકોની માનસિક્તા.
સાત વર્ષની એક બાળકી પર રેપ થયો.
મીડીયાનો કાગારોળ ને રાજકારણીઓના મગરમચ્છના આંસુ.
પણ ક્યા ગયા આમિર ખાનને ગાળ દેનારા બધા દેશપ્રેમીઓ ? અને માત્ર આમિરને જ સપોર્ટ કરવા નીકળેલા એના સમાનધર્મીઓ ?અને ગાયમાતાને બચાવવા અંતિમવાદી બનનારા મારાધર્મીઓ.

હું તો ભારતમાં હતો ત્યારે જ કહેતો કે આપણું જનમાનસ અસહિષ્ણુતાવાળુ જ છે. આપણે ત્યા બીજાનું સુખ જોઇને બળવાની પ્રથા છે. બીજાનો ટાંટિયો ખેંચીને આગળ વધવાની પ્રથા છે. બીજાને પીડા આપીને સુખ મેળવવાની કામના ધરાવનારા લોકો છે.ટ્રેનમાં પાસ હોલ્ડરની દાદાગીરી, ઓનલાઈન રિઝર્વેશનમાં મિનિટોમાં સાફ થઈ જતી રેલ્વેની ટિકિટો. ડોનેશન આપીને લેવાતું એડમિશન.

અને આ બધાની વચ્ચે સહિષ્ણુતા ધરાવનારા આશુતોષ રાણા જેવા લોકો પણ છે. એટલે બેલેન્સ થતુ રહે.
આશુતોષ રાણાને જેટલીવાર સાંભળ્યા છે એમના માટેની રીસ્પેક્ટ એમની હિન્દી અને વિચારોને કારણે વધતા જ જાય છે.

No comments:

Post a Comment