उस दिन अपनी बेरहमी पे सबसे ज्यादा वक्त रोया था,
मोहब्बत के आसमानने अपने दो सितारो को जो खोया था
कहेते है कि टुटे हुये सितारे को देख लो तो तमन्नाएं पूरी हो जाती है,
ये दो सितारे खुद अपनी तमन्ना के लिये टुटे थे.
शायद यही समझाने आये थे दुनिया में
" हर धर्म मोहब्बत सीखाता है पर मोहब्बत का तो कोइ धर्म नहि होता. वो खुद अपने आप में एक धर्म है."
બાજીરાવ મસ્તાની ફિલ્મનો અંતિમ સંવાદ મારા ફેવરિટ ઇરફાન ખાનનાં અવાજમાં જે લખ્યો છે પ્રકાશ આર કાપડીઆએ.
વાહ ! કેવી અદભુત વાત. મોટાભાગે ફિલ્મો ફિલ્મપટ્ટી (રીલ) પર બનતી હોય છે. પણ સંજય લીલા ભંસાલી કેનવાસ ઉપર ફિલ્મો બનાવે છે. એમની ફિલ્મમાં કલાકારે મોટાભાગના સંવાદો આંખોથી અને આંગિક અભિનયથી બોલવાના હોય છે. ગુઝારિશની ઐશ્વર્યા હોય કે રામ-લીલાની દિપીકા.એક એક સંવાદ કટાર જેવા અને એને ધાર આપતા કડક કલાકારો.
કેવા અદભુત સમય પર આવી છે આ ફિલ્મ.
૨૦૧૬ આંગણે ઉભુ છે અને આપણે ગયા વર્ષને અસહિષ્ણુતાના મહાપર્વ વર્ષ તરીકે ઉજવ્યું. નાના નાના પાયે ચાલતી અસહિષ્ણુતાઓને એક મોટા ઉત્સવ રુપે ઉજવ્યું. બાજીરાવ મસ્તાની ફિલ્મનો સૂર એક જ કે, "માણસ- માણસ વચ્ચે સધાયેલો સંવાદ કેમ કોઇને પચતો નથી. કેમ એમાં ધર્મ (બાજીરાવ-મસ્તાનીમાં, સત્તા (રામ-લીલામાં) કે વ્યકિતગત અહંકાર( હમ દિલ દે ચુકે સનમમાં) વચ્ચે આવે છે. " હું જન્મે હિન્દુ પછી હોઇશ પહેલા હું મમ્મીધર્મી છું. કારણ કે માણસ તરીકે બીજાને સમજવાની કેળવણી મારી મમ્મી એ મને આપી છે. હા કોઇ કોઇવાર એ આ દુનિયા જેવી વ્યવહારુ બને પણ ઘણીવાર એ દૈવીરુપ ધારણ કરે. હું જે વાત આખા ગામથી સંતાડી શકુ એને એ એક ઝાટકે પકડી શકે. જે લોકો પોતાને ભગવાનના બહુ નજ્દીકી ભક્ત હોવાનો દાવો કરે છે તેઓ મારી મમ્મીની આ તાકાતને ચેલેન્જ કદી ના કરી શકે. એવી ત્રેવડ કેળવવા તેઓએ પ્રસવ પીડા ભોગવવી પડે.
અને અંહિ મમ્મીએ શીખવેલી વાત મરીઝ સાહેબની બે પંક્તિઓ સફળપુર્વક રજુ કરે છે.
"બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે."
જ્યાં સુધી સમાજમાં સંવાદ નહિ સધાય ત્યા સુધી સમાજ અસહિષ્ણુ જ કહેવાશે.
ધર્મના નામે ઘણા ધર્મીઓ વિધર્મીઓ સામે લડવા રાજી થયા
એ જ દિવસથી એ બધા જ અ-ધર્મીઓ દુનિયાના કાજી થયા.
ચચરાટ-
જે સમાજમાં વિના સ્વાર્થે સતત મલકાતા ચહેરાને પણ એવો ટોણો સાંભળવો પડે કે, ખાલી ખાલી શું દાંત કાઢ્યા કરે છે. ખસકેલ છે કે શુ ? " એ સમાજે સહિષ્ણુ બની બીજાને મલકાતા રહેવાની સ્વતંત્રતા આપે તોયે ઘણું છે.
-સહુના મન નો મીત.

No comments:
Post a Comment