આજકાલ આપણા દેશમાં બે શબ્દોનો દે મારો ચાલે છે. એક તો દેશભક્તિ અને બીજુ દેશદ્રોહી. અને વચ્ચે વચ્ચે ટાપસી પુરવા જાણે આવતો હોય તેવો એક શબ્દ છે ગોભક્તિ. હંમણા ભારત પાકિસ્તાનની મેચ ચાલતી હતી ત્યાં ઇન્ડિયાથી એક મિત્રનો વોટસ અપ પર મેસેજ આવ્યો કે, " મૌકા મૌકા જે જાહેરાત આવે છે તેમાં કોઇ પાકિસ્તાની કલાકારને બદલે જેએનયુ ના કનૈયા, ઉમર ખાલિદ, અનિરબાન એ બધાને પાકિસ્તાનની ટીશર્ટ પહેરાવી આ જાહેરાત કરીએ તો કેવુ ? " બરાબર એ જ મેચ વખતે થોડી વાર પછી બ્રેકિંગ ન્યુઝ આવ્યા કે, કારગીલ સેકટરમાં સૈનિકોના પોસ્ટ ખાતેથી એક સૈનિક હિમસ્ખલનમાં ગાયબ થયો છે. એ માટે શોધખોળ શરુ કરાઈ છે. પણ આ સમાચાર ન્યુઝ ચેનલોના માધ્યમથી ખબર પડી પણ ઉપર જણાવેલ મેસેજ મોકલનાર મિત્ર કે " રાહુલ ગાંધીનું પુતળુ ડિઝનીલેન્ડમાં મુકાવાથી બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ" એવા મેસેજ મોકલનાર પાસેથી આવા કોઇ મેસેજ નહિ આવ્યા. આપણી સંવેદના, આપણું સત્ય, આપણી વિનમ્રતા, આપણો સોહાર્દ બધુ જ રાજકારણના રંગે રંગાયેલું છે ?
મને નવાઈ એ વાતે લાગે કે જે દેશની પ્રજા સરકાર વડે આપેલા રીપોર્ટ્સ વાંચવામાં પણ રસ લેતી નથી. તે કેવી રીતે દેશની સરકાર બેજવાબદાર છે એવી બુમરાડ મચાવી શકે ? બોલીવુડ કલાકારની વાળ કપાવવા કયા હજામ પાસે જાય છે કે એમના સંતાનો નવરા પડે તો શું કરે છે તે જાણવામાં રસ લેતી પ્રજા સરકારના કામની સમીક્ષા કરવા એના વાર્ષિક રિપોર્ટસનો અભ્યાસ જ ના કરે તો એ કેવી રીતે દેશભકિતની વાત કરી શકે ?મોટાભાગની પ્રજા ચીલાચાલુ અથવા ઉત્તમ એવી બે પંક્તિની શાયરી કે સાવ ટુચકા જોક્સ કે એવા જ સાવ ટુંકા ગાળા માટેના વિડીયો આંખ મીંચીને શેર કરવામાં રસ ધરાવે છે. ખરેખર તો આપણી સરકારો જવાબદાર નથી બનતી કારણ કે એને એવા જવાબદાર નાગરિકો નથી મળ્યા. દરેક વિભાગના સરકારી રિપોર્ટસ યા તો પત્રકારો વાંચે છે ક્યાં તો એમાં રસ ધરાવીને ખણખોદ કરવા માંગતા લોકો. આમાં નાગરિકોને રસ કેટલો એ બાબતે તો સર્વે કરવા જેવુ છે. આપણી પ્રજા ૩૬૫ દિવસમાંથી એક ખાતાનો પણ સરકારી રિપોર્ટ વાંચવાની તસ્દી લેતી નથી. અને મોકાણ ઉભી કરીને મરવા તૈયાર થયા કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. જોકે મોટાભાગના ગોભક્તોને જો એક ઝાટકે પુછીએતો ખબર પણ નહિ હોય કે ભારતમાં ગાયોની કેટલી જાતિ છે. જેટલા લોકો ગાયમાતાની ચિંતા કરે છે એ લોકોને ચચરાવે એવું એક છોકરીએ બહુ સરસ લખ્યુ તેનો સાર કંઈક એવો છે,
" ગાયને તમે માતા કહો છો પણ એ દુધ આપી શકે ત્યાં સુધી જ પછીરઝળતી મુકી દો છો. (યાદ રહે ભારત માંસની નિકાસ કરવામાં વિશ્વમાં પ્રથમ નંબરે છે.) નદીઓને માતા કહીએ છીએ પણ એમાં પણ કચરો કેમીકલ ઠાલવતા કચવાતા નથી. અને ધરતીને પણ મા કહો છો પણ એના ટુકડા પાડીને અંદરોઅંદર લડો છો અને ક્યારેક તો તમે હત્યા કરવા પણ તૈયાર થઈ જાવ છો. " ટુંકમાં માતા કહેવાનું માત્ર તકલાદી છે.
રાષ્ટ્રીય કક્ષાની ચેનલ આજતક પર માર્ચમાં રજુ થયેલા વિશેષ કાર્યક્ર્મ અનુસાર,
ખુદ રાજયસભા ટીવીનો ૨૦૧૪માં રજુ થયેલો સ્પેશ્યલ ડોક્યુમેન્ટરી રિપોર્ટ કહે છે કે જે સરકારી હોવાને નાતે માત્ર બફેલો મીટના જ નિર્યાતના આંકડા આપે છે. તે મુજબ,૨૦૧૦માં ભારતે ૯૧૭ મેટ્રિક ટન, ૨૦૧૧માં ૧૨૬૮ મેટ્રિક ટન, ૨૦૧૨માં ૧૪૧૧ મેટ્રિક ટન તો ૨૦૧૩માં ૧૭૬૫ મેટ્રિક ટન પંહોચી ગયું અને નિર્યાત સલાહકારના અપાયેલા ઇન્ટર્વ્યુ પ્રમાણે આ આંકડો ડબલ કરવાની ખેવના સરકાર ધરાવે છે. વૈશ્વિક કક્ષાએ બીફના નિર્યાતમાં ભારતની હિસ્સેદારી ૨૦૧૧માં ૧૧ ટકાથી વધી આજે ૨૦૧૫માં ૨૦ ટકા પર પંહોચી છે. વિશ્વના કુલ પશુધનમાં ૫૮ ટકા તો ખાલી ભારત પાસે છે અને રિપોર્ટ એમ પણ ઉમેરે છે કે પ્રાદેશિક કક્ષાએ બીફનો ઉપયોગ મર્યાદિત છે. આ આખાય વિડીયોની લિંક આ લેખ સાથે અંતમાં આપેલ છે. ટુંકમાં ગાય અને ભેંસ બંન્નેમાં પણ ભેંસ, બકરી કે મરઘીઓને મારીએ તો વાંધો નહિ પણ ગાયની કતલ તો ના જ કરાય એવો ભેદભાવ તો અંહિ પણ પ્રવર્તે છે.
લોકસભાની ચુંટણી પહેલા જે મોદીસાહેબ ગોવધના મુદ્દા પર આક્ર્મક બની કહેતા હતા કે આ યુપીએ સરકાર પિન્ક રિવોલ્યુશન લાવવા માંગે છે. એટલે ગોમાંસની નિકાસ વધારવા માંગે છે. તે જ મોદીસાહેબ સત્તામાં હોવા છતાં એકેય કતલખાનાનાં લાયસન્સ રદ્દ કર્યાની કોઇ ખબર પડી નથી. અને એમની સરકારને આ મુદ્દે કશું નક્કર કરવામાં રસ હશે કે કેમ તે પણ મોટો સવાલ છે. સુરતમાં એક જાણીતા ઝવેરીએ ગાય પાળી કારણ કે તેઓ ગૌપ્રેમી છે અને રોજ સવારે બે ગાયો સાથે પરિવારના સભ્યો ચાલવા નીકળે છે અને ઘરે તબેલો પણ બંધાવ્યો છે જે વંદનીય છે. આવા ન્યુઝ જવલ્લે જ સાંભળવા મળે છે. પણ રખડતી ગાયોને એમના માલિકો પાસે પરત લઈ જઈને એ પશુમાલિકોને પોતાની ગાયોની કાળજી લેવા ખખડાવતો એકેય જીવદયાપ્રેમી જોયો નથી. અને એ જીવદયા પ્રેમી ની જીવદયા ત્યારે જ જાગૃત થશે જ્યારે પશુધનની કતલ થશે અને એની ટ્રક ભરાઈને જતી હશે.
થોડી નવરાશ મળે તો મોદીપ્રેમીઓ અને પપ્પુ ધિક્કારીઓ અને દેશપ્રેમીઓ જાવેદ અખ્તર સાહેબની રાજ્યસભાથી વિદાય વખતની આખી સ્પીચ સાંભળશો. દેશનું ભલું થશે.
-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ.
બીફ નિકાસમાં નંબર વન હોવાની માહિતી માટેનો સંદર્ભ.
https://www.youtube.com/watch?v=nhVd0-CPWk0
http://beef2live.com/story-world-beef-exports-ranking-countries-0-106903
https://www.youtube.com/watch?v=6n6WTwOsG-A
ગાય લઈને ફરવા નીકળતા સુરતીની વાત માટેની લિંક.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-MAT-latest-surat-news-035008-1317326-NOR.html

- દેશમાં ૩૬૦૦ જેટલા લાયસન્સવાળા યાંત્રિક કતલખાના છે. અને એમાં ગેરકાયદેસર અને ખાનગી રાહે ચાલતા કતલખાનાની વાત કરીએ તો આંકડો ૪૦૦૦૦ ને પાર કરી જાય છે.
- પશુધનની સંખ્યા ઘટી રહી છે અને કમાણી ૨૦૦૦૦ કરોડને પાર કરી ગઈ છે.
- ગૌસંવર્ધન અને સંરક્ષણ માટે ભાજપના ચુંટણી ઢંઢેરામાં જે સંકલ્પની વાત થઈ તે ૨૦૧૪ પછી ક્યાંય નક્કર રીતે જોવા નથી મળતી.
- મટન નિર્યાત પર ઇન્કમ ટૅક્સની છુટ પણ સરકાર જ આપે છે.
ખુદ રાજયસભા ટીવીનો ૨૦૧૪માં રજુ થયેલો સ્પેશ્યલ ડોક્યુમેન્ટરી રિપોર્ટ કહે છે કે જે સરકારી હોવાને નાતે માત્ર બફેલો મીટના જ નિર્યાતના આંકડા આપે છે. તે મુજબ,૨૦૧૦માં ભારતે ૯૧૭ મેટ્રિક ટન, ૨૦૧૧માં ૧૨૬૮ મેટ્રિક ટન, ૨૦૧૨માં ૧૪૧૧ મેટ્રિક ટન તો ૨૦૧૩માં ૧૭૬૫ મેટ્રિક ટન પંહોચી ગયું અને નિર્યાત સલાહકારના અપાયેલા ઇન્ટર્વ્યુ પ્રમાણે આ આંકડો ડબલ કરવાની ખેવના સરકાર ધરાવે છે. વૈશ્વિક કક્ષાએ બીફના નિર્યાતમાં ભારતની હિસ્સેદારી ૨૦૧૧માં ૧૧ ટકાથી વધી આજે ૨૦૧૫માં ૨૦ ટકા પર પંહોચી છે. વિશ્વના કુલ પશુધનમાં ૫૮ ટકા તો ખાલી ભારત પાસે છે અને રિપોર્ટ એમ પણ ઉમેરે છે કે પ્રાદેશિક કક્ષાએ બીફનો ઉપયોગ મર્યાદિત છે. આ આખાય વિડીયોની લિંક આ લેખ સાથે અંતમાં આપેલ છે. ટુંકમાં ગાય અને ભેંસ બંન્નેમાં પણ ભેંસ, બકરી કે મરઘીઓને મારીએ તો વાંધો નહિ પણ ગાયની કતલ તો ના જ કરાય એવો ભેદભાવ તો અંહિ પણ પ્રવર્તે છે.
લોકસભાની ચુંટણી પહેલા જે મોદીસાહેબ ગોવધના મુદ્દા પર આક્ર્મક બની કહેતા હતા કે આ યુપીએ સરકાર પિન્ક રિવોલ્યુશન લાવવા માંગે છે. એટલે ગોમાંસની નિકાસ વધારવા માંગે છે. તે જ મોદીસાહેબ સત્તામાં હોવા છતાં એકેય કતલખાનાનાં લાયસન્સ રદ્દ કર્યાની કોઇ ખબર પડી નથી. અને એમની સરકારને આ મુદ્દે કશું નક્કર કરવામાં રસ હશે કે કેમ તે પણ મોટો સવાલ છે. સુરતમાં એક જાણીતા ઝવેરીએ ગાય પાળી કારણ કે તેઓ ગૌપ્રેમી છે અને રોજ સવારે બે ગાયો સાથે પરિવારના સભ્યો ચાલવા નીકળે છે અને ઘરે તબેલો પણ બંધાવ્યો છે જે વંદનીય છે. આવા ન્યુઝ જવલ્લે જ સાંભળવા મળે છે. પણ રખડતી ગાયોને એમના માલિકો પાસે પરત લઈ જઈને એ પશુમાલિકોને પોતાની ગાયોની કાળજી લેવા ખખડાવતો એકેય જીવદયાપ્રેમી જોયો નથી. અને એ જીવદયા પ્રેમી ની જીવદયા ત્યારે જ જાગૃત થશે જ્યારે પશુધનની કતલ થશે અને એની ટ્રક ભરાઈને જતી હશે.
થોડી નવરાશ મળે તો મોદીપ્રેમીઓ અને પપ્પુ ધિક્કારીઓ અને દેશપ્રેમીઓ જાવેદ અખ્તર સાહેબની રાજ્યસભાથી વિદાય વખતની આખી સ્પીચ સાંભળશો. દેશનું ભલું થશે.
-સહુના મનનો મીત
ન્યુઝીલેન્ડ.
બીફ નિકાસમાં નંબર વન હોવાની માહિતી માટેનો સંદર્ભ.
https://www.youtube.com/watch?v=nhVd0-CPWk0
http://beef2live.com/story-world-beef-exports-ranking-countries-0-106903
https://www.youtube.com/watch?v=6n6WTwOsG-A
ગાય લઈને ફરવા નીકળતા સુરતીની વાત માટેની લિંક.
http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-MAT-latest-surat-news-035008-1317326-NOR.html
No comments:
Post a Comment