Wednesday, December 30, 2015

ક્યાં તો શાકાહારી રહો યા તો માંસાહારી પણ ઠોકાહારી શું કામ બનો છો?

ખબર-નવા વર્ષના પ્રથમ દિવસથી ઍર ઇન્ડિયાએ એકથી દોઢ કલાકના ઘરેલુ ઉડ્ડયન દરમિયાન ઈકોનૉમી ક્લાસમાં માત્ર ગરમ શાકાહારી ભોજન જ પીરસવાનો નિર્ણય કર્યો છે. "
અને પછી જ્યારે ગામ આખાએ હોબાળો મચાવ્યો ત્યારે લીંપણ શરુ કર્યુ કે, "ના ના અમારા સર્ક્યુલરનો ખોટો અર્થ કઢાયો છે. " તો ટોપા જેવા અર્થઘટન સાથે જ સર્ક્યુલર બહાર પાડતા હોવ તો.
મને લાગે છે આવનારા દિવસોમાં આ લોકો ઉડ્ડયન દરમ્યાન સંસ્કાર ચેનલ બતાવશે ને સાથે માળા જપતી માડી જેવી એર હોસ્ટેસ પાસે સેવા કરાવશે.ધાર્મિક મેગેઝીનો વાંચવા આપશે. બાબા રામદેવના પ્રોડક્ટ દેશી ટોયલેટમાં વાપરવા આપશે.અને વિમાનના દરવાજે ગણપતિ બાપાની મૂર્તિ.
અલા આ તો કેવી દાદાગીરી ? હું પોતે શાકાહારી છું પણ એનો મતલબ એમ થોડી થાય કે હું મારી શાકાહારી વૃતિને ઠોકાહારી બનાવું. વેલ જે લોકો નોનવેજ ખાય છે તેમણે વેજીટેરીયન લોકોને નોનવેજ ખાવા કદી દુરાગ્રહ ના કરવો. ( મારી આસપાસ ઘણા ઠાલા પ્રયત્નો કરે છે પણ એમના નામે નિષ્ફળતા કાયમી લખાયેલી છે.)અને એવું જ વેજીટેરિયન લોકોનું. આવું જો દરેક દેશ કરવા લાગ્યા તો વિદેશોની ફ્લાઈટમાં ભુખે મરવાનો વારો આવે. 
માણસની વ્યકિતગત ઇચ્છા અને ચોઇસને ચોક્કસથી માન મળવુ જોઇએ. અને એ બન્ને પક્ષને લાગુ પડે છે.



Tuesday, December 29, 2015

સ્વાર્થને મિત્રતાનું કે સંબંધનું ટેગ લગાડ્યા વિના વ્યવહાર જ કહેતા હોવ તો કેટલું સારું ?

ન્યુઝીલેન્ડ આવવા માટે નીકળેલો ત્યારે ઘણાએ કહેલું," બકા કંઈ કામ હોય તો અડધી રાતે કહેજે." અને મોટાભાગના બકા-બકીઓ ધોડે દહાડે કામ તો ઠીક પણ રીપ્લાય પણ નથી આપતા. એ લોકો કેમ ભુલે છે કે મીત ન્યુઝીલેન્ડ આયો છે પરગ્રહ પર નહિ. 
અને ઘણા તો એટલી કાળજી લે છે કે પોતાની રાતો બગાડી મારા કામ કરે છે. મારી અકળામણને પણ ખમે છે. કોઇ પણ સંબંધમાં તમે કોઇની કેટલી કાળજી લો છો એના પરથી ખબર પડે કે તમને એ વ્યકિતની કેટલી કદર છે. અંહિ આવીને લાખો રુપિયા ખર્ચવાનો મોટો ફાયદો એ કે નકામા બકાઓ પાછળ ખર્ચાતા રુપિયા, સમય અને શક્તિનો બગાડ અટકશે. અને એ જે રુપિયા બચશે એ લાખોમાં હશે.

(એક આડવાત ઘણીવાર હું ખાલી ખાલી ફોન કરીને પણ પરીક્ષા લેતો હોવ છુ કે સામેવાળો શું કહે છે તે તો જાણીએ. અને જે લોકો ખાલી ખાલી હા પડે તો એને જે તે કામ કરવા પણ કહી જ દંઉ છું. એટલે ખાલી ખાલી હા પાડનારા પણ ઝીલાય.)

મને આખું ગામ એમને એમ વિચિત્ર નથી કહેતું. માનવ સંબંધોની રોજ નવી પરિભાષા શીખવા મથું છું. અને એમા રોજ નવું જાણવા મળે. 
સ્વાર્થને મિત્રતાનું કે સંબંધનું ટેગ લગાડ્યા વિના વ્યવહાર જ કહેતા હોવ તો કેટલું સારું ?

Saturday, December 26, 2015

હું જન્મે હિન્દુ પછી હોઇશ પહેલા હું મમ્મીધર્મી છું.

उस दिन अपनी बेरहमी पे सबसे ज्यादा वक्त  रोया था,
मोहब्बत के आसमानने अपने दो सितारो को  जो खोया था
कहेते है कि टुटे हुये सितारे को देख लो तो तमन्नाएं पूरी  हो जाती है,
ये दो सितारे खुद अपनी तमन्ना के लिये टुटे थे.
शायद यही समझाने आये थे दुनिया में
" हर धर्म मोहब्बत सीखाता है पर मोहब्बत का तो कोइ धर्म नहि होता. वो खुद अपने आप में एक धर्म है."
બાજીરાવ મસ્તાની ફિલ્મનો અંતિમ સંવાદ મારા ફેવરિટ ઇરફાન ખાનનાં અવાજમાં જે લખ્યો છે પ્રકાશ આર કાપડીઆએ.

વાહ ! કેવી  અદભુત વાત. મોટાભાગે ફિલ્મો ફિલ્મપટ્ટી (રીલ) પર બનતી હોય છે. પણ સંજય લીલા ભંસાલી કેનવાસ ઉપર  ફિલ્મો બનાવે છે. એમની ફિલ્મમાં કલાકારે મોટાભાગના સંવાદો આંખોથી અને આંગિક અભિનયથી બોલવાના હોય છે. ગુઝારિશની ઐશ્વર્યા હોય કે રામ-લીલાની દિપીકા.એક એક સંવાદ કટાર જેવા અને એને ધાર આપતા કડક કલાકારો.
કેવા અદભુત સમય પર આવી છે આ ફિલ્મ.
૨૦૧૬ આંગણે ઉભુ છે અને આપણે ગયા વર્ષને અસહિષ્ણુતાના મહાપર્વ વર્ષ તરીકે ઉજવ્યું. નાના નાના પાયે ચાલતી અસહિષ્ણુતાઓને એક મોટા ઉત્સવ રુપે ઉજવ્યું. બાજીરાવ મસ્તાની  ફિલ્મનો સૂર એક જ કે, "માણસ- માણસ વચ્ચે સધાયેલો સંવાદ કેમ કોઇને પચતો નથી. કેમ એમાં ધર્મ (બાજીરાવ-મસ્તાનીમાં, સત્તા (રામ-લીલામાં) કે વ્યકિતગત અહંકાર( હમ દિલ દે ચુકે સનમમાં) વચ્ચે આવે છે. " હું જન્મે હિન્દુ પછી હોઇશ પહેલા હું મમ્મીધર્મી છું. કારણ કે માણસ તરીકે બીજાને સમજવાની કેળવણી મારી મમ્મી એ મને આપી છે. હા કોઇ કોઇવાર એ આ દુનિયા જેવી વ્યવહારુ બને પણ ઘણીવાર એ દૈવીરુપ ધારણ કરે. હું જે વાત આખા ગામથી સંતાડી શકુ એને એ એક ઝાટકે પકડી શકે. જે લોકો પોતાને ભગવાનના બહુ નજ્દીકી ભક્ત હોવાનો દાવો કરે છે તેઓ મારી મમ્મીની આ તાકાતને ચેલેન્જ કદી ના કરી શકે. એવી ત્રેવડ કેળવવા તેઓએ પ્રસવ પીડા ભોગવવી પડે.
 અને અંહિ મમ્મીએ શીખવેલી વાત મરીઝ સાહેબની બે પંક્તિઓ સફળપુર્વક રજુ કરે છે.

"બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે."

જ્યાં સુધી સમાજમાં સંવાદ નહિ સધાય ત્યા સુધી સમાજ અસહિષ્ણુ જ કહેવાશે.

ધર્મના નામે ઘણા ધર્મીઓ વિધર્મીઓ સામે લડવા રાજી થયા
એ જ દિવસથી એ બધા જ અ-ધર્મીઓ દુનિયાના કાજી થયા.

ચચરાટ-
જે સમાજમાં વિના સ્વાર્થે સતત મલકાતા ચહેરાને પણ એવો ટોણો સાંભળવો પડે કે, ખાલી ખાલી શું દાંત કાઢ્યા કરે છે. ખસકેલ છે કે શુ ? " એ સમાજે સહિષ્ણુ બની બીજાને મલકાતા રહેવાની સ્વતંત્રતા આપે તોયે ઘણું છે.
-સહુના મન નો મીત.




Friday, December 18, 2015

नफरतो का असर देखो, गाय हिन्दु हो गई और बकरा मुसलमान हो गया,ये पेड ये पत्ते ये शाखे भी परेशां हो जाये अगर परिन्दे भी हिन्दु-मुसलमान हो जाये.

नफरतों का असर देखो,
जानवरों का बटंवारा हो गया,
गाय हिन्दू हो गयी ;
और बकरा मुसलमान हो गया.
मंदिरो मे हिंदू देखे,
मस्जिदो में मुसलमान,
शाम को जब मयखाने गया ;
तब जाकर दिखे इन्सान. 
ये पेड़ ये पत्ते ये शाखें भी परेशान हो जाएं
अगर परिंदे भी हिन्दू और मुस्लमान हो जाएं
सूखे मेवे भी ये देख कर हैरान हो गए
न जाने कब नारियल हिन्दू और
खजूर मुसलमान हो गए..
न मस्जिद को जानते हैं , न शिवालों को जानते हैं
जो भूखे पेट होते हैं, वो सिर्फ निवालों को जानते हैं.
अंदाज ज़माने को खलता है.
की मेरा चिराग हवा के खिलाफ क्यों जलता है......
मैं अमन पसंद हूँ , मेरे शहर में दंगा रहने दो...
लाल और हरे में मत बांटो, मेरी छत पर तिरंगा रहने दो....
जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते जा रहे है
कि हरा मुस्लिम का है
और लाल हिन्दू का रंग है
तो वो दिन दूर नही
जब सारी की सारी हरी सब्ज़ियाँ मुस्लिमों की हों जाएँगी
और
हिंदुओं के हिस्से बस टमाटर,गाजर और चुकुन्दर ही आएंगे!
अब ये समझ नहीं आ रहा कि ये तरबूज किसके हिस्से में आएगा ?
ये तो बेचारा ऊपर से मुस्लमान और अंदर से हिंदू ही रह जायेगा.......

વાહ શું અદભુત વાત આ આખીય રચનામાં સમાયેલી છે અને અંહિ જાવેદ જાફરીની સ્પીચવાળો વિડીયો એ તમામ હિન્દુ-મુસ્લિમ કટ્ટરપંથીઓને સણસણતો તમાચો છે જે લોકો એમ માને છે ને ધારે છે કે ભારત માત્ર હિન્દુઓનો દેશ છે અને ઇસ્લામ નો વિસ્તાર વિશ્વ આખામાં થવો જોઇએ. 
સાલા  કેવા અને કેટલા ખંધા છે એ હિન્દુ કટ્ટરપંથીઓ કે જેઓ શાહરુખ-આમીર બોલે તો તે બન્ને સામે મુસ્લિમ હોવા માત્રને કારણે હિન્દુત્વનો ઝંડો લઈને વિરોધ કરવા નીકળી પડે, ફિલ્મો ચાલવા ના દે અને તોડફોડ કરે અને એવા જ ખંધા એ મુસ્લિમ કટ્ટરપંથીઓ પણ છે કે જેઓ શાહરુખ -આમીરને તે બન્ને માત્ર મુસ્લિમ  હોવાથી તે બન્ને ને સપોર્ટ કરવા માટે જ નીકળે. અને વાતે વાતે કહે કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત નથી. પેલો ઉત્તરપ્રદેશનો આઝમ ખાન આમાનો એક છે.  અંગ્રેજો ગયા અને ભાગલા કરી રાજ કરવાની નીતી ખંધા રાજકારણીઓને શીખવી ગયા. ગરીબી, બળાત્કાર , બેરોજગારી, સુરક્ષા, ટ્રાફિક જેવા પ્રશ્નો તો પત્તર ફડાવા ગયા. પણ બોસ "આપણો ધર્મ અને એની રક્ષા તો કરવી જ પડે." વાહ કહેતા ભી દિવાના ને સુનતા ભી.



ઉમાશંકર જોશી જેવા ગુજરાતના ઉમદા કવિ કે જેઓ કહીને ગયેલા કે
" વ્યક્તિ બની બનું વિશ્વમાનવી
માથે ધરુ ધૂળ વસંધરાની."
 એમના જ ગુજરાતમાં હિન્દુ-મુલ્સિમ તરીકેનો રાગદ્વેષ હજી પ્રવર્તે છે. 
વિક્સિત પ્રજાની એકમાત્ર અવિક્સિત માનસિક્તા.

વાંચો અને વિવેકપુર્વક વર્તો. વિશ્વ આખુ જુએ છે ને સમજે છે કે ભારત કેવો અને કેવા લોકોનો દેશ છે.



તકલાદી દેશભક્તોની તકલાદી દેશભક્તિ ઉર્ફે તક્લાદી ધર્મ-ભક્તિ.

 " जरुरी नहीं देशभक्ति दिखाने के लिए सेना मे भर्ती हो या सोशल कॉज से जुड़े ये जज़्बा तो शाहरुख आमिर की मूवी ना देखकर भी जताया जा सकता है !!
અમારા મિત્ર રોહનભાઈની પોસ્ટ પર એક ભાઈએ આવી કમેન્ટ કરી.

અને લવારા ચાલુ થયા. કોઇએ હાફિઝ સઈદની ટ્વીટ શેર કરી તો  અમારા એક મુરબ્બી મિત્ર મનીષભાઈ પરમાર તો એટલા પોરસાયેલા છે કે એમણે તો દિલવાલે ના શો ક્યા ક્યા કેન્સલ થયા અને શાહરુખે શું શું કહ્યુ એની વિગતવાર માહિતી વોટસએપ પર આપી રહ્યા છે. મેં બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ મને મારુ કામ ચાલે છે મને મારુ કામ કરવા દો તો પણ બીજાને ચીમટા ભરીને મઝા લેવાની આપણી માનસિક્તાનો તેઓ પરિચય આપી રહ્યા છે.
અને કેવી વાહિયાત દલીલ છે કે શાહરુખની મુવી નહિ જોઇને તમે દેશભક્તિ પુરવાર કરશો.
અરે ઘેલ ઘાઘરીનાઓ એટલી બધી નવરાશ છે તો
૧. ટ્રાફિકના નિયમો પાળવા માટે કેમ સરકારે હાથ જોડવા પડે છે ?
૨. બાળ મજુરોને જોયા બાદ કેમ પેલા રેલ્વે ટ્રેક પર હાજત કરતા માણસ જેવા મોર બની જાવ છો કે જાણે કોઇ જોતુ જ નથી કે અમે કઈ જોયુ નથી. ત્યારે ક્યા જતી રહે છે તમારી દેશભકિત ?
૩. રેલ્વે મારફ્તે આખા દેશમાં કચરો બારી બહાર ફેંકતી વખતે કેમ દેશભક્ત બનતા નથી ?
૪. વોટ કરવા જવાને બદલે ઘરે આરામ ફરમાવતી વખતે દેશ ક્યા જાય છે?
૫. ટેક્સ ચોરીના કિસ્સા છાપે ચઢે છે ત્યારે કેમ કોઇ દેશભક્ત જે તે પેઢીને કાળા બજારી તરીકે જોવા તૈયાર નથી ?
૬. બળાત્કારના કિસ્સા અટકતા નથી ને જે ભોગ બને એને સમાજમાં ટકવાના ફાંફાં પડે છે ને મારા બેટા દેશભક્તિ બતાવવા નીકળ્યા છે.

નીતિ નિયમ પાળનાર સજ્જન દેશપ્રેમીને મુર્ખ ગણનારો સમાજ દેશભકિતનો દાવો કેવી રીતે કરી શકે ?

આ દેશભક્તિ છે કે માત્ર ખુન્ન્સ માટે જ વપરાતી ધર્મભક્તિ છે ? કોઇ પણ વ્યક્તિને કકળાવે એ ધર્મ કશા કામનો નહિ. કેમ ભુલો છો કે એ શાહરુખની મુવી સાથે કેટલા બધાની રોજીરોટી જોડાયેલી છે. કેટલા બધાના પેટ પર અજાણયામાં લાત મારશો. શાહરુખને કશો ફેર નહિ પડે. રોહનભાઈ તમારા ફેસબુક સ્ટેટસે તો મને જોરદાર આંચકો આપ્યો. તમે કે જેઓ વૈશ્વિક કક્ષાએ પંહોચવાની વાત કરે છે તે આવા અપડેટ મુકે છે ? અને શું વિચારીને ? અને આવી માનસિક્તા અસહિષ્ણુતાની  નિશાની નથી ?  ભાઈ તમને ભલે કોઇ મુસ્લિમ પ્રત્યે અંગત દ્વેષ હશે પણ મને તો મારા શરીફામેમએ શરીફ બનવાની કેળવણી આપી છે.


માણસ તરીકે બીજાના અસ્તિત્વને અને સન્માનને સ્વીકારવાની ના પાડે તો એ કોઇ પણ ધર્મનો હોય એની ગણના માણસ તરીકે થઈ જ ના શકે. કોઇ પણ વિચાર કે ધર્મનો અંતિમવાદી એ નકરો મુર્ખ અને સમાજમાં સૌહાર્દનો સૌથી મોટો દુશ્મન છે.
મારો ધર્મ મને સૌહાર્દ શીખવે છે. પ્રેમ શીખવે છે. સમજણ કેળવે છે.
કટ્ટરતા કદાપિ નહિ.


Monday, December 14, 2015

સિસ્ટમ એટલે સરકાર નહિ પણ લોકોની માનસિક્તા.

હું જ્યારે ભારતમાં  હતો ત્યારે મને થતું કે વિદેશ આવનારા ભારતીયો કેમ ભારત પરત આવતા નથી. મને તો મારું ઘર, મારું શહેર, મારા મિત્રો બધા ખુબ યાદ આવે અને એ બધાની યાદોનો ટ્રોમા દિવસમાં એકવાર તો ચોક્કસથી આવે. એ લોકોને પણ આવું નહિ થતું હોય ? થાય જ. પણ પરત ન આવવાનું સૌથી મોટુ કારણ એ કે વિદેશોમાં એક મનુષ્ય તરીકે થતી કદર. એક માણસ તરીકે તમે સિસ્ટમ માટે ખુબ મહત્વના છો. તમારુ સુખ, તમારી અનુકુળતાની કદર અને કાળજી સિસ્ટમ હંમેશા રાખે. અને આ સિસ્ટમ એટલે સરકાર નહિ પણ લોકોની માનસિક્તા.
સાત વર્ષની એક બાળકી પર રેપ થયો.
મીડીયાનો કાગારોળ ને રાજકારણીઓના મગરમચ્છના આંસુ.
પણ ક્યા ગયા આમિર ખાનને ગાળ દેનારા બધા દેશપ્રેમીઓ ? અને માત્ર આમિરને જ સપોર્ટ કરવા નીકળેલા એના સમાનધર્મીઓ ?અને ગાયમાતાને બચાવવા અંતિમવાદી બનનારા મારાધર્મીઓ.

હું તો ભારતમાં હતો ત્યારે જ કહેતો કે આપણું જનમાનસ અસહિષ્ણુતાવાળુ જ છે. આપણે ત્યા બીજાનું સુખ જોઇને બળવાની પ્રથા છે. બીજાનો ટાંટિયો ખેંચીને આગળ વધવાની પ્રથા છે. બીજાને પીડા આપીને સુખ મેળવવાની કામના ધરાવનારા લોકો છે.ટ્રેનમાં પાસ હોલ્ડરની દાદાગીરી, ઓનલાઈન રિઝર્વેશનમાં મિનિટોમાં સાફ થઈ જતી રેલ્વેની ટિકિટો. ડોનેશન આપીને લેવાતું એડમિશન.

અને આ બધાની વચ્ચે સહિષ્ણુતા ધરાવનારા આશુતોષ રાણા જેવા લોકો પણ છે. એટલે બેલેન્સ થતુ રહે.
આશુતોષ રાણાને જેટલીવાર સાંભળ્યા છે એમના માટેની રીસ્પેક્ટ એમની હિન્દી અને વિચારોને કારણે વધતા જ જાય છે.