Wednesday, August 26, 2015

નવગુજરાત આંદોલન જેવુ કોઇ વાવાઝોડુ આવશે.

જે આંદોલનની સંવેદનશીલતા આખુ વિશ્વ અનુભવી રહ્યુ છે. જે આંદોલન પર વિશ્વના દરેક ભારતીય અને તેમા પણ દરેક ગુજરાતીની નજર છે તે બાબતે રાજ્ય સરકાર એમ કહે કે તેમણે પોલીસને લાઠીચાર્જનો કોઇ આદેશ નહોતો આપ્યો  તે કેવી રીતે માની શકાય ? આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એના માટે ગુજરાત સરકારનું તંત્ર જ જવાબદાર છે. પોલીસને કઈ પીડ નહોતી ઉપડી સામેથી લાઠીચાર્જ કરવાની. સવારથી લઈને સાંજ સુધી શાંત રીતે આંદોલન કરતી પ્રજાને સરકારે જ છંછેડી. સરકાર એમ સમજી કે જેમ બાબા રામદેવને ભુતકાળમાં આવા આંદોલન કરવા માટે મારીને ભગાડ્યા હતા એમ  આ લોકોને પણ પોલીસના દંડાવાળી કરશુ તો આંદોલન સમેટાય જશે. અને હવે રાંડ્યા પછીનું ડહાપણ કરવા બેઠા છે.
અરે અનામત માટેના જે નિયમો છે એની સમીક્ષા તો કરો. કે એને માટે ખરેખર લાયક કોણ છે ? કોણ નથી ? બંધારણ અને સુપ્રીમ કોર્ટને તો તમે લોકો દલા તરવાડીના ખેતરની જેમ ચલાવો છો. આ દેશના યુવાનને અનામતના નામે થયેલા અન્યાયનો આ પડઘો છે. અને આજે આ પરિવર્તન નહિ સ્વીકારાય તો આ દેશમાં ફરી નવગુજરાત આંદોલન જેવુ કોઇ વાવાઝોડુ આવશે.
મોદી સાહેબને એક જ વાત કહેવાની. તમે કાળુ નાણું વિદેશથી નહિ લાવશોને તો ચાલશે. પણ અયોગ્ય પાત્રોના હાથમાં જતા દાનની (સ્કોલરશીપની) રકમ બચાવશો તોયે કાળા નાણા કરતા વધુ રકમ હાથમાં બચશે. અને વિદેશ જઈને સેટલ થવાની ખેવના રાખતો યુવાન પોતાનુ બુધ્ધિધન દેશ માટે જ વાપરશે.

ચચરાટ- ન્યુઝીલેન્ડમાં પણ અનામત છે અલબત્ત વૄધ્ધો ,અપંગો અને બાળકો માટે. આપણુ ભણતર જે શીખવે છે તેનું પાલન તો આવા દેશોમાં અદભુત રીતે થાય છે. વિદેશની સરખામણીમાં  રેસિઝમ-જાતિવાદનો વધારે અનુભવ તો આપણે ત્યા જ સહુથી વધારે થયો છે.

-મીત
સહુના મન નો મીત.

6 comments:

  1. Well Meet...tane aetluj kevanu k te je DAN lakhyu chhe.Ae DAN nahi pan Ghana vrsho pela Dr Ambetkar je Bandharan ma lakhi gya tej chhe.you didn't have seen any adivasi that's why you are writing this.We need black money back instead of this benefit. Tu je Bhai Hardik ne support kare chhe,aena lidhe aaje aakhi Gujrat bhadke bade chhe.aava manas ne support karvano su faydo.Anamat is in our Constitution so no one can change it.I do not support Hardik Patel I support Narendra modi.

    Agar Gov lagshe to Anamat ma ferfar k kadhi nakhshe pan aena mate samagra Gujrat ma aag lagavani jarur nathi.

    ReplyDelete
  2. Well Meet...tane aetluj kevanu k te je DAN lakhyu chhe.Ae DAN nahi pan Ghana vrsho pela Dr Ambetkar je Bandharan ma lakhi gya tej chhe.you didn't have seen any adivasi that's why you are writing this.We need black money back instead of this benefit. Tu je Bhai Hardik ne support kare chhe,aena lidhe aaje aakhi Gujrat bhadke bade chhe.aava manas ne support karvano su faydo.Anamat is in our Constitution so no one can change it.I do not support Hardik Patel I support Narendra modi.

    Agar Gov lagshe to Anamat ma ferfar k kadhi nakhshe pan aena mate samagra Gujrat ma aag lagavani jarur nathi.

    ReplyDelete
  3. Ek Gujarati ne j khabar hoy aya Ni reality n St sc vise Jo tane knowledge na hoy to maherbani Kari na bolis km ke have ame St sc obc na loko anyay sahan nai karsu bv tai gayo atychar reli ma dhamal Ni starting kone Kari eni reality bv ocha loko ne khbar che atle Jo tamne information na khbar hoy to aa sensitive mater ma nai bolva vinanti che km ke ek Gujarati j Gujarat Ni real condition Jane che.

    ReplyDelete
  4. n jo tame evu keva magta hoy ke st sc obc na student study ma weak hoy to kai pan khota lakhan karta pahela merit list medical nu joy levu..

    ReplyDelete

  5. ભાઈ જીતેન સૌથી પહેલા તો એક વાત ખાસ કહેવાની કે જે ગુજરાત વિષે તમે વાત કરો છો એ ગુજરાત જ મારુ મૂળ છે. અને એ ગુજરાતમાં સવાયા ગુજરાતી તરીકે જવાબદારી પૂર્વક બોલવાનો મને હક્ક છે . ભાઈ એવા ઘણા નબીરાઓને જોયા છે સરકારના રુપિયે જલસા કરતા અને આજે મજુરી કરી રહ્યા છે. . અરે ભણવામાં હોશિયાર હોય એ તો સારી જ વાત છે ને. પોતે આગળ વધે અને પોતાના સમાજને પણ આગળ વધારે. પણ તોયે મે તો ઘણા લોકોને સ્કોલરશીપનો ગેરલાભ જોતા નજરે જોયા છે એનુ શું? જીવનમાં જોયુ હોય અને અનુભવ્યુ હોય તે જ બોલવાની મને ટૅવ છે. અને વાત રહી હેતલ તમારા પ્રશ્નની તો ખાસ કહેવાનું કે જ્યારે પણ આ મુદ્દે વિવાદ થાય છે ત્યારે હમેશા એ આદિવાસીઓને આગળ ધરી દેવાય છે જેઓ ખરેખર સરકારી યોજનાઓ માટે લાયક છે. ઘણા આદિવાસી વિધાર્થીઓ મારા સંપર્કમા છે.ભૂતકાળની જેમ આજે પણ એ લોકોની મદદ કરવા સદા તત્પર છું. વાત એ લોકોની છે ને વિરોધ પણ એ લોકોનો છે જે લોકો સરભર થયા બાદ પણ સરકાર પાસેથી નાણા રળૅ છે.
    કેટલાક પ્રશ્નો
    1. અનામતનો લાભ મેળવનાર વિધાર્થી ઓપન કેટેગરીમાં એડમીશન લઇ શકે પણ ઓપનvaalo અનામતમાં નાં જઈ શકે કેમ ?.
    2. હેતલ આ જેટલા ભેગા થયા તે એમને એમ નહોતા આવ્યા. અન્યાયનો ભોગ બન્યા ત્યારે આવ્યા.
    એ ભીડની નૈતિકતા સામે પ્રશ્નાર્થ કેમ ?
    3. જીતેન તમે તો હદ્દ કરી. હાર્દિકે તો સરકારના નિયમનો વિરોધ કર્યો અને તમે એને તમારો વિરોધ માની બેઠા. હવે એ તમારી ભૂલ.અને તમારા શબ્દો તમારા વ્યક્તિત્વ અને સ્થાપિત હિતની ચાળી ખાય છે.

    બાકી ભાઈ સરકાર જાતિ આધારિત અનામત કાઢી આર્થિક રીતે નબળા લોકો માટે અનામત લાવે તો બધા સચવાય જાય.

    ReplyDelete