તને હૈયામા પધરાવુ રે હરિ તારો દાસ બની,
મારા મનના મનોરથ પુરુ રે હરિ તારી સેવા કરી..!
દરેક ઘટનાનો પોતાનો પડછાયો હોય છે. અને કદાચ આ દેશમાં આવવાની ઘટનાના ઘણા પડછાયામાનો એક પડછાયો મને આજે જડ્યો. એવુ લાગ્યુ કે જાણે આ દેશમાં હું ના આવ્યો હોત તો આ ભજનથી વિમુકત જ રહેવા પામત. આ ભજન થકી મળનારા આનંદની કિંમત આંકી ના શકાય એટલી છે. આ ભજનથી મને ઇશ્વરની સમીપતા કેટલી મળી એનો ખ્યાલ નથી પણ હા મારી જાતને મારી સમીપ લાવવામા આ ભજને મોટી ભુમિકા ભજવી છે. જે શબ્દો તમે સાંભળ્યા હોય કે તમે બોલ્યા હોવ એને અનુભવવાની તક મળે તો એની મઝા જ અલગ છે.
વૈરાગ્યનો કોઇ નિશ્ચિત કાળ નથી હોતો. એની કોઇ ઉંમર પણ નથી હોતી.એના અસ્તિત્વમાં પણ વૈવિધ્યતા હોય છે. અને એવા ક્ષણિકથી લઈ કાયમી વૈરાગ્ય સુધી લઈ જનારુ આ ભજન અચુક સાંભળજો. આત્માના અવાજને પોખનારા અને એને જાળવનારાઓ આ ભજનને ચોક્કસથી બિરદાવશે. મોક્ષ મેળવીને નિવૃત થઈ શકાય પણ મોક્ષ સાથે જીવવાનું જેને મળે એ અદભુત સિધ્ધિ. અને આ યુગમાં મોક્ષ એટલે સમજણની સર્વોચ્ચ કક્ષા.
હરિ પ્રત્યેનો મારો અનુરાગ હતો, છે ને રહેશે. કારણ કે સંબંધોને દાદ આપવાની અને એને બિરદાવવાનું ટ્યુશન એની પાસેથી જ મેળવ્યુ છે.
-મીત
સહુના મનનો મીત

No comments:
Post a Comment