Saturday, August 22, 2015

અનામતનો ગેરલાભ લેનારાઓ સામે બંડ પોકારનાર હાર્દિકને મારો ટેકો છે.


એક ઓપન કેટૅગરીમાં આવતા યુવાન તરીકે એક જ વાત કહેવાની કે હાર્દિક પટૅલને મારો પુરેપુરો ટેકો છે. ભલે હું પટેલ હોવ કે ના હોવ.પણ અનામતપ્રથાનો પ્રખર વિરોધી તો ખરો જ. ૪૫ ટકા એ મેડિકલમાં એડમિશન મેળવનાર વિધાર્થી કેવી રીતે ૯૪ટકા લાવનારને પછાડી શકે ? પાંચ  કે છ ટ્રાયલે પાસ થનાર ડોકટર પેશન્ટને પણ એટલી જ ટ્રાયલે સાજો કરશે. મારો જ અનુભવ કહું. માસ્ટર ઓફ સાયકોલોજીનું ભણતર પુરુ કરવા સવારે કોલેજ અને સાંજે નોકરી કરવી પડતી અને એની સામે એસ સી- એસ ટી, ઓબીસી કેટેગરીના યુવાનો મોજ કરતા. અરે બાપા સરકારી નોકરી કરે અને દિકરો વાર્ષિક ૯૦૦૦ રુપિયાનો આવકનો (કહેવાતા ગરીબ હોવાનો)દાખલો પણ લઈ આવે. મારા બેટા ઘરથી પણ પૈસા મંગાવે, સરકાર પાસે પણ લે અને ભણે નહિ તે વ્યાજમાં. ભારત છોડીને બીજા દેશોમાં સેટલ થનારી યુવાપેઢી આવા કારણોથી જ દેશદાઝ રાખતી નથી.

એક બીજી આડવાત- મે ઘણા એવા યુવાનો પણ જોયા છે જે અનામતની કેટેગરીમાં આવતા હોવા છતા ટેલેન્ટના જોર પર ભણ્યા છે અને ઘણાએ તો ઓપન કેટેગરીના યુવાનોને ભણાવ્યા પણ છે. હાર્દિકને મારે એક સલાહ એ પણ આપવાની કે જે લોકોએ અનામતનો લાભ લીધો છે એ લોકોના આવકના દાખલાની આરટીઆઈ કરે અને પછી જુઓ કેવા પોલ ખુલે છે.

સારુ છે અમારા રેડિયો, ટેલિવિઝન કે ફિલ્મોમાં અનામતની જોગવાઈ નથી. એમાં ટેલેન્ટ જ ચાલે.

ચચરાટ-
વાતે વાતે ભારતીય સંસ્કૃતિને વખાણતી અને પશ્ચિમની સંસ્કૃતિને વખોડતી પેઢીને એક જ વાત કહેવાની કે, "ઘેલછપ્પાઓ આ લોકો માણસને માણસ ગણે છે અને એના માણસ તરીકેના સન્માનને જાળવી રાખવાની પરવા પણ કરે છે.જેટલા ફોરેનર આપણે ત્યા કામ કરે છે એનાથી વધારે ભારતીયો વિદેશોમાં ઉચ્ચ પોસ્ટ પર બિરાજમાન છે. કારણ કે તમારી દ્રષ્ટિએ તુચ્છ કહેવાતા પશ્ચિમની સંસ્કૃતિના લોકો ટેલેન્ટની કદર કરે છે. 

No comments:

Post a Comment