Monday, August 3, 2009

કોણ હલાવે લીંબડી ને...!

ભાઈ બહેનનો હેત ભર્યો તહેવાર ઍટલે રક્ષાબંધન..બાપ જો વડ હોય તો દિકરો તેની વડવાઈ અને દિકરી બાપ જેવા વડની છાયામાં રમતા રમતા મોટી થાય અને એ જ દીકરી મોટાભાઈ નામની વડવાઈ પર ઝુલી ઝુલીને મધમીઠા ગીતો ગાતાં શીખતી જાય. ..ટૂંકમા મોટો ભાઈ બાપથી સવાયો થઈ બહેનરુપી દિકરીને સાચવતો હોય છે..અને ભાઈ બેની જોડે રહીને આવા ગીતો ગાતો હોય છે..

હું રે બનુ બેન ! વાડીનો મોરલો
આંબાની કોયલ તુ થા રે,
તું મારી બેન ને હું તારો ભાઈ..!

હું રે બનુ બેન રુડો ડોલરિયો,
મીઠી ચમેલડી તુ થા રે,
તું મારી બેન ને હું તારો ભાઈ..!

નાનપણમાં તો ભાઈ બહેન ખુબ હોંશે હોંશે લડે,
"તુ જુઠ્ઠી, તુ જુઠ્ઠો.
તું લુચ્ચી, તું લુચ્ચો."
"મમ્મી....જો ને ભઈ મને પજવે છે..."
આ વાક્ય લખતા બહેનની મીઠી ફરીયાદ ફરી યાદ આવી ગઈ..
અને આંખે.........!

નાનપણમાં એક વાર્તા ભણ્યા હતાં 'પેટમાં બોરડી' જેમાં ભાઈ બહેનને કહે છે કે તુ બોરનો ઠળીયો ગળી ગઈ એટલે હવે તારા પેટમાં બોરડી ઉગશે..અને બહેન ઘરમાં કયાંક છુપાય જાય છે ત્યારે ભાઈ પસ્તાય છે અને બહેનીને યાદ કરતા રડે છે.આવા તો કેટલાય કિસ્સા તમને યાદ કરાવવા છે..

આ રચના ભાઈ બહેનનાં હેતભર્યા બાળપણને સમર્પિત કરું છું.

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..કોણ

હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી....

ભાઈ-બહેનનો આ સંબંધ હંમેશા લાગણીમય રહે એવી શુભેચ્છા સહ...!
-મીત

3 comments:

  1. meet aa nanpan ni lagnio ne nanpanni nani nani saras majani vato yaad karavva badal abhari chhu...ne ha bhai etle bhai anu sthan koi na lai shake...jem kehvay 6 ne maa te ma bija badha vagda na vaa..tem bhai te bhai bija badha hethe jay...!

    ReplyDelete
  2. ek waat vicharjo meetbhai jeni koi sagi ben nathi hoti eni sahuthi wadhare baheno hoy che. jem ke mane. ek afsos to hoy j ke sagi bahen nathi pan maan ne manavavu a bahu moti waat che nai? and ha jyare nana hata tyare aju baju ma sagi bahen saga bhai ne rakhdi bandhe tyare bahu irshya thati kem ke tyare mind ewu hatu ke ena mate ketli saras rakhdi ane mara mate aawi simple? hahahahaha am i right?

    hu to kahu chu "bahen a bahen bija to badha par jay vahem......."

    ReplyDelete