આ તો નહી ચાલે...! જરા પણ નહી ચાલે..! આવુ તો કંઈ ચાલતુ હશે ? હાશ તો.કેટકેટલા કાલાવાલા કરીએ ને ત્યારે એ આવે છે અને એ આવ્યો પણ હતો ઉમળકા સાથે અને બધાએ પાછો મોક્લી દીધો..!હવે મન નથી લાગતું એના વિના અને હવે કેમ કેમ ચાલશે તમે જ કહો..? એક વાત તો ખરી તમારા જેવુ ડબલ ઢોલ કોઇ નહી...! કાન આમળો તો આ સાચા અને ક્યાંક ભેરવાવ તો તે સાચુ..! શુ કરું..મારી સમસ્યાનો ઉકેલ છે..કેવી રીતે એને પાછો લાવું...?છે કોઇ ઉપાય.?વરસાદને બોલાવવા માટે આટઆટલી રાડારાડ કરી છે...!હા..!ઘણા દિવસ થયા એને મળ્યાને..અને બધાએ ફરીયાદ કરી કરીને એને ભગાડી મુક્યો..બિચારા મોર હવે ગુંગળાય મરશે..! અને હજી સાવ નાના નાના એવા ઝાકળના મિત્ર તૃણ પણ હવે તો ગાયબ થવા માંડશે..કારણકે સુરજ અને માનવીના હૈયાની વરાળ એને ખતમ કરી દેશે..
સાચુ લખ્યુ છે..ભગવતીકાકાએ..!
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,.
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો.
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
ભગવતીકાકાની આ વાત કબુલ પણ મને આદિલ સાહેબ આ રચના વડે પજવે છે તેનુ શું?
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં
વિચારો વરસાદમા અને પછી વરસાદ વિના કેવુ કેવુ થાય..?
તમે પલળી ન જાવ તેના માટે જે ભીંજાતા હોય તેને સજા આપવાની?
તમે સાવ સુક્કા બરછટ હોવ તો જે સુંવાળા હોય તેને સાવ ઘસીને ખરબચડા બનાવી દેવાના?
જાતે વરસવું નથીને જે વરસે તેને આવવા દેવું નથી..કેમ?
દુઆ કરો કે વરસાદ વહેલો આવે નહિતર ઘણા ચાતકો,ઘણા મોરલા,ઘણા મીત પરવારી જશે..ધરતીનો વિરહ તમને શાંતિથી જીવવા નહિ દે...દુઆ કરો..!
A very well Concept....Meetbhai......
ReplyDeleteWell said meetbhai