Wednesday, July 22, 2009

પાંચમું ગૃહ કવિ-સંમેલન

કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો
જેની-સતત કાફલો , એ હતા કાફલામાં !

- મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
આવો અહેસાસ તમને પણ થશે જ્યારે તમે જોડશો અમારા પાંચમા ગૃહ કવિ-સંમેલનમાં...! હા મિત્રો આ વખતે વરસાદના અહેસાસ વચ્ચે આ કવિ-સંમેલન રાખવાની ઇચ્છા હતી અને માનો એ પુરી થઈ..આ વખતના આપણા મુખ્ય મહેમાન છે,દુનિયાભરમા ગુજરાતી કવિતાને ખુણે ખુણે સુધી પંહોચતા કરનાર ડો.વિવેક ટેલર.જેઓ 'લયસ્તરો','શબ્દો છે મારા શ્વાસ' વેબસાઈટના સંચાલક છે.વિવેકભાઈ લખે કે,
"હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?"
આવો આવા કવિને મળવાનો લાભ ન ગુમાવતા એમને મળીએ અને તરબતર થઈએ કવિતા ગઝલના રંગે...હંમેશની જેમ...!
સ્થળઃશ્રી વિમલભાઈ અને શ્રીમતી સંગીતાબેન ૨૦૧૨ ચિન્મય એપાર્ટમેન્ટ,આનંદમહેલ રોડ, શ્રી રામ પેટ્રોલ પંપ સામે, અડાજણ, સુરત. સંપર્ક મીત-૯૯૯૮૬૮૩૦૬૨

No comments:

Post a Comment