Monday, July 20, 2009

કોલેજસ્ય પ્રથમ દિવસે..!

કેમ છો?

તમારી તો ખબર નહિ પણ હુ ખુબ મઝામાં છું! ખબર છે કેમ? કારણ કે આજે મારો મારી કોલેજમાં પહેલો દિવસ હતો..ખરેખર મઝા પડી ગઈ..જે કોલેજમા સાવ મુગ્ધ બની વરસતા હતા તેમા સભાન બની વરસવાની મઝા જ કઈ અલગ છે.અને પહેલા દિવસે તો સાહેબે ધમાચકડી કરી નાંખી..વાત એમ બની કે કેટલાક વિધાર્થીઓ ગુજરાતીભાષી નહોતા.અને તેમણે માંગણી કરી કે હિન્દી અથવા અંગ્રેજીમાં પણ સાહેબ બોલે...બસ આ બંદાએ ઐતિહાસિક વિધાન કર્યુ કે," કાયદાને ભાષા જોડે ખાસ લેવાદેવા છે એટલે ગુજરાતી વધારે અનુકુળ રહેશે."તો સાહેબએ હા કરી ને જય જય ગરવી ગુજરાત..! અને પછી ચાલુ થયુ શુન્ય ચોકડી રમવાનું..ખરેખર કોલેજો ક્યારેય ઘરડી થતી નથી એ સદા ચિરયૌવના રહે છે..અને એથી જ કોલેજમા ભણનારા યુવાન બની જાય છે.અને યાદ આવી આસીમ રાંદેરીની આ રચના...

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,

મને દિલની ધડકન ખબર દઈ રહી છે,

પ્રણય-રૂપના રંગ જોવાને માટે

બધાની નજર એ તરફ થઇ રહી છે..

જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,

પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,

મનોભાવ મુખ પર ન દેખાય તેથી

અદાથી જરા ડોક નીચી નમાવી,.

મને અવનવી પ્રેરણા દઈ રહી છે !

જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

આવી ઘણીબધી લીલાઓને જતી જોઈ...! ખુબ નસીબદાર છે એ લોકો જેમને કોલેજમા ભણવાની તક મળે છે..કોલેજમા ભણેલા અને ભણતા સહુ ને ખુબ ખુબ શુભેચ્છાઓ..મીત તરફથી...!

2 comments:

  1. meetbhai khub sundar vat kahi.ke colllege ma jene bhanvanu saubhagya male e kharekhar bhagyavan 6...bhale aaje mara college na divas bhutkal thaya pan jyare jyare hu a divaso yaad karu to mara vartaman na nai naito thoda palo to khushnuma thai jay 6......coolege ni vat j nirali....swatantrata sathe swayam ni jvabdari ane potane kelavvana divaso...wahhhhhh mane fari college kal ma pahochadva badal khub khub aabhar.

    ReplyDelete
  2. Hi...meet... kem 6o? su karo 6o? tamari aa rachna vanchi ne to mane college na divaso yad aavi gaya. ame to college ma khub j masti karta hata..
    tamari aa rachna khub j saras 6. mane khub j gami 6. amari college bhale ladies ni hati parantu darek lucture vakhate profesor sathe maja padti.. college na e divaso to kadie na bhulay... yad apava mate aabhar. aavi sundar rachna o molta raheso. amne gamse..

    ReplyDelete