કેમ છો? તમને અહિ પત્ર લખવાનુ કારણ એ હતું કે તૃતીય ગૃહ કવિ સંમેલન ખુબ યાદગાર રહ્યો..કારણ કે જ્યારે ગુજરાતના જાણીતા કવિ ડો.રઈશ મણિયાર પોતાના કંઠે કાવ્ય સંભળાવે અને શરુઆત કરે કે,"આખુ જીવન અમે ધીરે ધીરે લખ્યું,રેત પર જેમ પાગલ સમીરે લખ્યું !" તો શું થાય? મઝા પડી જાય ને સમઝો મઝા પડી ગઈ...અને માનો આખી સાંજ અમારા માટે રમણીય બની ગઈ..આજના કવિ સંમેલન ની ખાસિયત એ હતી કે, તેમા કવિશ્રી રઈશભાઈએ અમને ગઝલલેખન,કાવ્ય ઉત્પતિની કથા સંભળાવી.અને એ બધુ જાણ્યા પછી બસ અમે એક જ વાત કહેતા હતા કે ખરેખર આજે આ ગૃહ કવિ સંમેલન પ્રવૃતિ સફળ થઈ.અને એટલું જ નહિ કાર્યક્રમની શરુઆત જેમ રઈશભાઈએ કરી હતી તેમ પુર્ણાહુતિ પણ તેમણે જ કરી..એમની હઝલ સાથે...કે ( પિયર ગયેલી પતિઓની આનંદ અભિવ્યકિત)
"દિલને ઘણી છે હાશ તમારા ગયા પછી,ઓછો થયો છે ત્રાસ તમારા ગયા પછી,
દુઃખ છે મને ના ખાસ તમારા ગયા પછી.,રામો થયો છે ઉદાસ તમારા ગયા પછી.
પિયરની સાથે પ્રાસ બિયરનો મળી ગયો,રણકી રહયા છે ગ્લાસ તમારા ગયા પછી,
ખો ખો રમતી હતી તું દરરોજ તું મનેને ખેલુ છું રોજ રાસ તમારા ગયા પછી.."
હવે જ્યારે ગૃહ કવિ સંમેલન આયોજીત થાય ત્યારે ચોક્કસથી આવજો..
તો આ સાથે મીતના જય શ્રી કૃષ્ણ..!
No comments:
Post a Comment