Wednesday, May 6, 2009

ભગવાનને તેમના ફેક્સનો જવાબ

પ્રિય હરિ,
સૌપ્રથમ તો કેમ છો? કુશળ હશો અને રહો...તમારો ફેકસ મળ્યો.ગમ્યું કે ચાલો તમને યાદ તો આવ્યુ કે મીત તમને યાદ કરે છે..સાચુ કહુ તો એક વાતે ખુબ ખુશ છુ..તમે જેટલા દુર હોવ છો એટલા જ સારા કામો હુ કરી શકુ છુ..તમને થશે આવું કેમ ? તો સાહેબજી વાત એમ છે કે જો ઘરનું કોઇ પોલીસમા હોય તો ઘરવાળાઓના ગુન્હા વધી જતા હોય છે..અને તમે તો આખા જગતના જમાદાર !તો તમે કાયમ સાથે રહો તો ખરાબ કામો થવાની સંભાવના વધી જાય છે.હરિ પાછલા દિવસો ખુબ વસમા વીત્યા છે.તમારી યાદ પણ ખુબ આવી.થયુ ! લાવ એકાદ તમને ગમતુ ગીત ગાઉ.તમને પણ મજા પડે અને સાથે મને પણ. હરિ બધા કહે છે કે તુ ખરેખર નસીબદાર છે કે હરિવરના પત્રો મળે છે તને..હરિ મને કોઇ વાંધો નથી.તમારે જેટલાને મદદ કરવી હોય કરો.જે દી તમને દિલથી યાદ કરુ તે દી ઝડપથી આવી જજો.આમ પણ હવે ગાંઉ છુ,
"દુઃખ ભરે દિન બીતે રે ભૈયા
સુઃખ ભરે દિન આયો રે......."
હા, હરિ ખુબ ખુશ છુ અંધજન શિક્ષણ મંડળમા કામ કરીને..અહિના સંચાલકો ખુબ સારા છે.મારા નવા નવા વિચારો ને હંમેશા પ્રોત્સાહન આપે છે.કોઇ પણ કામ સફળ રીતે પતે એટ્લે એમના તરફથી શુભેચ્છા ચોક્કસ મળે.ભુલ કરુ તો ઠોકર નથી મારતા પણ ટ્કોર કરી મઠારે છે.અને હા બાળકો માટે પુસ્તકો બનાવવાની શરુઆત મે કરી દીધી છે.લગભગ બધા વિષયોમા શરુઆત થઈ ગઇ છે. હરિ એક મસ્ત કિસ્સો કહુ જે હમણા મારી સાથે થયો.શહેરના એક જાણીતા સજ્જ્ને(એમની દ્રષ્ટિએ સજ્જન)એમ પુછ્યુ કે તારી તબિયત કેમ વધે છે? મે કહ્યુ કે સાહેબ મારા જીવનમા હવે શાંતિ છે.મારા બોસ બહુ સારા છે, તો એ સજ્જ્ને એમ કહ્યુ કે ના તું અંધ લોકો માટે કામ કરે છે તો તારુ કામ નહિ જોવાતુ હોય.મે કહ્યુ," સર તમારી વાત સાચી છે કારણ કે અંધલોકોમા સંવેદનશીલતા વધુ હોય છે.અને એ લોકોને શ્રધ્ધા હોય છે કે તેઓ જેને કામ સોંપે છે તે કામ સમયસર પુરુ થાય છે,એટ્લે તેઓ મારા કામ ને નથી જોતા.કારણ કે એમને મારા પર સંપુર્ણ શ્રધ્ધા છે.અને સર તમારા જેવા પ્રોફેશનલમા આ સંવેદનશીલતા નથી હોતી. " હરિ એમનું મોઢું જોવા જેવુ હતું.બાકી હરિ શુ ચાલે છે ? તમે એક કળી મારા માટે ખીલવી હતી.મને ખબર છે.પણ તમે બીજા કોઇ માટે ખીલવેલી કળી પહેલેથી જોઈ લીધી હતી.આમ પણ તમે રોજ બધા માટે કંઈ ને કંઈ કરતા રહો છો.પણ બધાને કયાં તમારી કદર છે. જો કદર હોત તો માણસ થઈને ના જીવત..?
તો બસ ચાલો હવે રજા લંઉ..

કંઈ કામ હોય તો સપનામા આવી જણાવી જજો...
મીતના જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment