Wednesday, May 20, 2009

"જેવા સાથે તેવા"

કેમ છો?
માણસ નામે જીવવું ખરેખર બહુ ભારે કામ છે..ગઈ કાલે સફર દરમ્યાન કેટ્લાક હોર્ડિંસ વાંચવા મળ્યા.."મા બાપને દુઃખ આપનારો માણસ પશુ છે..! " પણ હુ આ વાત સાથે સંમત નથી..મે ઘણા મા બાપોને જોયા છે,જેઓ માત્ર જવાબદારી પુરી કરી દેવાના બહાના હેઠળ પોતાના સંતાનોને બરબાદ કરતા હોય છે. "દિક્રરીને ના પરણાવીએ તો સમાજ શુ કહેશે." મારા જીવનમા જોયેલી ઘટના જ કહું. કોલેજ ટોપ કરતી છોકરીને એની મા કે જે સરકારી નોકરી કરતી હતી તેને ઍટલા માટે પરણાવી દીધી કારણ કે છોકરીનો બાપ નહોતો..આજે એ છોકરીને જોઉ છુ ત્યારે અપાર વેદના અનુભવુ છુ.વિસ્મયતાથી ભરેલી આંખો સાવ ઉંડી ઉતરી ગઇ હતી..હંમેશા ઝરણા જેમ ઉછળતી તે હવે માત્ર એક શો - પીસ બની ને રહી ગઈ.છોકરો બી.કોમ. પાસ,૪૦૦૦ રુપિયાની નોકરી કરે અને છોકરી એને મદદ કરવા બીજી નોકરી કરે.. બીજા એક કિસ્સામા કાદવ વચ્ચે કમળ ખીલે તેમ છોકરી ભણે.ખુબ અરમાનો પોતાન ખભે ઉભા થવાના,પણ એને પણ પરણાવી દેવાઈ, તે પણ એક શરાબ પીતા નાના નોકરીયાત સાથે...."દિકરો ઘરે આવે ને માતા પિતા, "કેમ છે દિકરા?" એમ પુછવાને બદલે એમ પુછે કે શુ લાવ્યો..? તો કેવું લાગે..? " અરે મા બાપ અહિ સુધી કહી દે કે,"તમને પેદા શુ કામ કર્યા કમાવા માટે જ ને...!" તો આવા મા બાપનુ શું કરવુ? આવા તો કેટકેટલા કિસ્સા જોયા છે..મા બાપને ભુલશો નહિ કહેનારાઓને એક વાર આવ દિકરા દિકરીઓની વેદના બતાવવા જેવી છે.મા બાપ હોવું એટલું જ પુરતું નથી પણ મા-બાપ બનવું વધારે અગત્યનું છે. પણ કોણ સમજાવે કે જુલ્મ કરતા મા-બાપના દિકર દિકરીઓ પર શુ વીતે છે.?
અને આનો ઉપાય એ જ છે કે "જેવા સાથે તેવા" ભલે ગામ આખુ જે કહેવાનુ હોય તે કહે.. કેમ ખરુ કહ્યુને ?

આવા જ એક કિસ્સાનો એક ભાગ અને એક સાક્ષી..-મીત

No comments:

Post a Comment