ગયા અઠવાડિયે ફેસબુક પર મારો વજનદાર અને વજનવગરનો ફોટો મુક્યો તો લોકોએ એક જ વાત પુછી કે આ ચમત્કાર કેવી રીતે ? અને ડોકટરનો નંબર,ઠેકાણું આપતા આપતા થાકી જવાયું. પણ આખીય યાત્રા પીડાદાયક હોવાની સાથે મઝાની પણ રહી. દસ દિવસમાં તમારું વજન ૭ કિલો ઉતરે અને એક મહિનામાં ૨૦ કિલો તો તમને આખી રાત નવાઈને કારણે ઉંઘ જ ન આવે.મારી સાથે આવુ બન્યું છે. અને આજે એક વર્ષ બાદ પણ વજન ૭૫ કિલો પર જાળવી રાખવું એ એક સિધ્ધિથી કમ નથી.
હું પોસ્ટગ્રેજ્યુએશન કરવા સુરત આવ્યો અને ફેમીલીથી દુર રહેતો થયો એટલે નિયમિત અને સાત્વિક ભોજન ઘરથી દુર ક્યાંથી મળે ? એટલે જે મળૅ તે ખાય લેવાનું ચાલતું. હોસ્ટેલ લાઈફ બાદ પણ આવું જ ચાલ્યું. ભુખ લાગે ત્યારે ન જમતાં બહુ ભુખ લાગે ત્યારે જ જમવાની ટેવને કારણે વજન ૬૫થી ૯૪ ક્યારે થયું એની ખબર જ ના પડી. અને મારા નામ સાથે એક વિશેષણ જોડાયું. "જાડિયો". પેટના ભાગે વધેલી ચરબી જાણે અંબુજા સિમેન્ટથી બની હોય તેવી એટલે કોઇ કાળે એમાં ઢીલાશ વર્તાય જ નહિ. ફોટો પડાવવા માટે જાણે મારા પહેલા એને જ રહેવું હોય તેવી જીદ એટલે હું શ્વાસ રોકુ તોયે મારુ પેટ સંકોચાવવાનું નામ ના લે અને ખતરે કી ઘંટી યા એલાર્મ ત્યારે વાગી જ્યારે કમરમાં ને ઘુંટણમાં દુઃખાવો શરુ થયો. મેદસ્વિતાને લીધે લોકોને ઘુંટણના ઓપરેશન, ડાયાબીટીસ, બ્લડપ્રેશર ,હાર્ટ એટૅક જેવા રોગોથી પીડાતા જોયેલા એટલે મનોમન નક્કી કર્યુ કે ચાલો હવે આનું કંઈક કરીએ. એન્કરિંગના બિઝનેસમાં પણ બધા જાડો એન્કર એવો ઉલ્લેખ કરતા એટલે મનમાં બહું બળતી.
ગુગલપ્રભુના ચરણે ગયા અને ઇન્કવાયરી કરી તો હત્તર રસ્તા બતાવતી વેબસાઈટો મળી. કોઈ કહે આટલું કરશો તો વજન આમ ઉતરી જશે. તેટલું ખાશો તો વજન ઝટ્ટ ઉતરશે. અને આ બધાની વચ્ચે ગામની વણમાંગી સલાહો.ટોપટેન વજન ઉતારવાના સરળ રસ્તાથી લઈને સવારે ઉઠો એટલે લીંબુ પાણી મધ નાંખી પીવાથી વજન ઉતરેથી લઈને ગ્રીન ટી સુધીના ચમત્કારીક કીમીયા અજમાવ્યા. પણ કશો મેળ ના પડ્યો. ડાયેટીશીયનની સલાહ લીધી. કે જેમણે ૮ રોટલી ખાતા માણસને ૨ રોટલી પર આવવાની સલાહ આપી. દસ ખજુરથી મન ભરાય ત્યાં બે જ ખજુર ખાવાની સલાહ આપી.પણ મારું વજન કેમેય કરીને નહિ ઉતરતું. પછી વજન ઉતારો આટલા દિવસમાં જેવા બોર્ડ વાંચ્યા. ને વાઈબ્રેશન પણ લીધા. કલાકો એમાં પણ વેડફ્લેયા. લેઝર પણ એક્વાર કરાવ્યું અને એમાં પણ મુરખ બન્યા બાદ બસ ઓપરેશનને જ વાર હતી.પણ
યાદ રાખો કે મુંબઈ જવા માટે દોડવું પડે પણ મુંબઈ તરફ દોડવું પડે એ બહુ જ જરુરી છે. અને હું મુંબઈ જવા ક્યારેક રાજસ્થાન બાજુ તો ક્યારેક મધ્યપ્રદેશ બાજુ દોડતો હતો.
જે નમુનો કે નમુની પોતે ચાલવા ના જતી હોય તે વજન ઉતારવા ચાલવા જવાની વાત કરે. અરે જેનો ઘણી પોતે જ પટારા જેવો હોય તે મને જીમ જવાની સલાહ આપતી. અને એવા એવા ભુતિયા લોકોના કિસ્સા મળે કે ફલાણાએ આ કર્યુ ને તે કર્યુ તો વજન ઉતરી ગયું અને બીજાની જેમ એણે શું કર્યુ એ પુછવાને બદલે મને મળાવો તો માનું કે એણે ખરેખર વજન ઉતાર્યુ એવો સવાલ જ્યારે હું કરતો તો બધા આડે રસ્તે વાત લઈ જતા. રોજ જ્યારે અરીસામાં તમારું પેટ તમારા પહેલા એના દર્શન કરે ત્યારે આપણો જીવ બળે. બીજે બધે પહેલા પેટ એન્ટ્રી લે પછી તમે. પેટ પર હાથ ફેરવી ઘણા કહે કેટલા મહિના. તો જવાબમાં હું એમ કહું કે તારુ જ બાળક છે ને તને જ નહિ ખબર ? અરે જીવવાનું હરામ થાય ત્યારે જ્યારે કોઇ હિરોઈન સાથે ફોટો પડાવો ને મરીગ્યા લોકો કમેન્ટમાં લખે કે વજનનું કંઈ કર.વજન ઉતારવા માટે તમારે માનસિક રીતે સજ્જ થવું પડે. અરે આ કામમાં પણ સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ વાળો સામાજીક ભય સતાવે.વજન વધેલું હોય તો ટોણો મારે કે વજન ઘટાડ અને ઘટાડવા કંઈ ચાલુ કરો તો અરે આમ નહિ ઉતરે વજન તેમ કરવું પડે. એની જાતને વજન હોય તો વાંધો અને ઉતારવા મથો તો વાંધો.
ચાલો જે જાણવા મથો છો એની વાત કરું. એટલે કે ફાયનલી મે વજન કેવી રીતે ઉતાર્યુ એની.
મારો કોલેજકાળનો મિત્ર છે નિલેશ સાથે વાતવાતમાં વજનની વાત નીકળી તો મને કહે આપણો ડોકટર છે ને એને મળી આવ. જો એણે મારું વજન ઉતારી આપ્યું અને એણે ફોટા શેર કર્યાં બીફોર-આફ્ટરવાળા. અને મેં કહ્યું બને જ નહિ. એ રુબરુ મળ્યો અને બોસ આપણી તો આંખો જ પહોળી. કેવી રીતે ? શું થયું ? બધુ બરાબર ને ? તો કહે એક આયુર્વેદિક ડોકટર છે. એણે આ બધું કર્યું. વેલ તમને કમર્શીયલ લાગતી વાત હશે. પણ બોસ માની ન શકાય એવી વાત હતી. આપણે તો ગયા ડોકટર પાસે. અને મળીને સમજીશું અને પછી વાજબી લાગે તો દવા લઈશું એવું મેન્ટલી સેટ થઈને ગયેલા. પણ ડોકટર આયુર્વેદના એટલે એમણે તો ધીરજપુર્વક ૩૦ મિનિટ સુધી બસ પુછ્યે રાખ્યું શું ખાવ છો ક્યારે ખાવ છો કેટલું ખાવ છો. ક્યારે જાગો ક્યારે ઉંઘા લો છો ને ઘણું બધું. અને એમણૅ તો મને એક બોક્સ દવાનું અને એક પેકેટ ફાંકી અને ઉકાળાનું પકડાવી દીધું. અને જોઇશું પછી લાગે તો લઈશું એવું વિચારીને ગયેલા એને બદલે દવા લઈને આવી ગયા.
હવે તમને થશે કે બસ આટલી દવાઓ ખાવાની ? અને વજન ઉતરી જાય ? તો દોસ્ત ખરી લડાઈ તો હવે શરુ થાય છે. એના વિશેની વાત આવતા અઠવાડિયે. કારણ કે દવા કરતા તમારી ખુદ પર ચાલતી દાદાગીરી મહત્વની છે... ક્રમશ ઃ

No comments:
Post a Comment