શીર્ષક વાંચીને તમને થતું હશે કે આ વળી કેવી વાત. આત્મહત્યા તો કંઈ કરવાની વસ્તુ છે. એ તો ના જ કરાય .જેવું શીર્ષક વાંચ્યુ હશે કે તરત જ પ્રત્યુષા બેનરજીનો બનાવ મગજે લોજીકલી કનેકટ કરી જ નાંખ્યો હશે.
માનવ અસ્તિત્વ આવ્યું ત્યારબાદ કુદરતના ઝંઝાવાતો હતા જેની સામે માણસ બાથ ભરતો. લડતો, પડતો, આખડતો, જીતતો અને હારતો. સમય જતા કુદરતી આફતો સામે ઝઝુમવા ટેવાયેલો માણસ પછી પોતાની આસપાસના લોકો વડે ઉભી થતી તકલીફો માટે મથામણ કરતો થયો અને આજે આપણી સમૄધ્ધિ એટલી વધી કે હવે માણસ પોતાની જાત વડે જ ઉભી કરાતી સમસ્યાઓથી ઘેરાયેલો છે.
જીવનમાં આત્યહત્યાના વિચાર ક્યારે આવે ? લખનારને પોતાને ઘણીવાર એવા વિચારો આવેલા. અને એ સામાન્ય છે. એવો વિચાર બધાને આવે.જ્યારે કશું આપણી મરજીનું ના થાય, કોઇ આપણને સમજે નહિ, અને આપણે પાંચ ગ્રામની લાગણીને ૫૦૦ ગ્રામની બનાવી વજન વધારી ન લેવાની વાતને પણ મોટી બનાવીએ અને એ નાજુક સમયે જ તમે કેવી રીતે બાજી સંભાળો છે તે બહુ અગત્યનું છે. જીવનમાં સંઘર્ષ નહિ હોય તો મઝા કેવી રીતે આવે ? બાળપણથી માતાની પડખે રહેવાને કારણે મને એવા કામોમાં વધુ રસ કે જેમાં મોટાભાગે સ્ત્રીઓ જ ભાગ લે. જડીભરત કરવું ,સાડીઓમાં ટીકીઓ ભરવી જેવા ઘણા કામો બાળપણમાં કરેલા. મમ્મીનો બિઝનેસ પાર્ટનર બની વાલની દાળ વળવા જેવ ઘરગથ્થુ કામો પણ કરેલા. અને એના કારણે મિત્રો મને ઘણા વિશેષણોથી નવાજતા. નૃત્યનો શોખ એવો કે જે નૃત્ય જોયું હોય એવું જ નૃત્ય કરીને જ રહેવું જેવો જીદ્દી સ્વભાવ પણ ખરો. વાતોમાં મીઠાશનો લહેકો તો સાથે સાથે હાથોના આરોહ અવરોહ મમ્મી જેવા એટલે મારા પ્રત્યે આસપાસના લોકોની જોવાની દ્રષ્ટિ જ અલગ. અને એવી ઘણી પળો આવી જ્યા એમ થાય કે હું આવો કેમ છું ? હું તો મારી મમ્મી જેવો છું એ જ મારો વાંક ? મમ્મીને મદદ કરવા વાસણ માંજવા, કપડા ધોવા, રાંધવું, કચરા પોતા કરવા એ મારું બાયલાપણું કેવી રીતે હોય શકે ? ગર્વ સાથે કહું છું કે પાંચમા ધોરણમાં હતો ત્યારથી પૈસા કેવી રીતે કમાઈ શકાય એના વિચારો આવતા. મમ્મીએ જેટલી ગામઠી કહેવતો કહેલી એ જ મારુ મૂળભુત શિક્ષણ અને એનું જ પરિણામ કે સાવ સંકુચિત પરિવારમાં જન્મેલો એક યુવાન વલસાડ જેવા શહેરથી નીકળી વાયા સુરત થઈ આજે ન્યુઝીલેન્ડમાં ભણી રહ્યો છે.
ટુંકમાં સમાજમાં તમે એકલા ત્યારે જ પડો જ્યારે તમે કંઈક નોખા હોવ, કંઈક બીજી જ વૃતિના. એક અલગ માટીના લોકો. આજે પણ ઘણા પીઠ પાછળ ઘણું બોલે પણ કોના બાપનું કંઈ જાય છે ? મને તો ઉલ્ટું ગમે.
આમ જોવા જઈએ તો આપણી જરુરિયાતો કેટલી ? બે ટંક ખાવાનું એક જોડી કપડા અને સુવા માટે છત. આ સિવાય શું ખપે જીવનમાં ? માણસના જીવનમાં જ્યારે ભૌતિક જરુરિયાતોની લાલસા વધે તો સ્વાભાવિક રીતે તકલીફો વધવાની જ. વડીલો કેવી સરસ સલાહ આપી ગયેલા કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા. પણ ઘણાને ચાદર બહાર પગ લાંબા કરવાની ખેવના હોય તો કોઇ શું કરે ? હિન્દી ફિલ્મોએ શીખવેલું કે ઘરના કોઇ પણ સભ્યની બીમારી ભલભલા હિરોને ઢીલી પાડી શકે તો મેડીક્લેઈમ લઈને રાખવાનું એવું વ્યવહારિક તર્ક તો બધા જ જાણે છે. એ તો સર્વવિદિત છે કે ઉંઘ, પ્રેમ, શાંતિ આ બધું મેળવવા માટે પૈસો કદી કામનો નહિ. બધુ જ ખબર હોય અને છતાં હાથે કરીને કોઇ ઉધાર લઈને ઘી ખાવાના થાય તો કોણ જવાબદાર ? કેટલાક સંબંધો આપણને પીડા આપનારા હોય છે. હવે એમાં સુધારા વધારાને અવકાશ જ ન હોય તો ભગવાન પણ સ્વજનોને હણવાની સલાહ આપે છે. ધરમના માર્ગે જે તે સંબંધમાં સુધારાના પૂરતા પ્રયત્નો કરો અને તોયે મેળ ના પડે તો એ સંબંધ માટે જીવ આપી દેવાનો કોઇ અર્થ ખરો ? જિંદગી કેટકેટલા પડકારો આપે અને એને ઝીલવામાં જ મઝા છે. એને જીતવામાં મઝા છે. સાચું કહું છું જીવનમાં ઘણા એવા અવસરો આવ્યા જ્યાં જીવન ટુંકાવી નાંખવાનું મન થયું હશે. પણ તે જ ઘડીએ જીદે ચઢી જીવનને પણ અચંબિત કરવાની તક મેં જતી કરી નથી.આત્મહત્યાથી બચવાના ઉપાયો તરીકે એટલું કહેવાનું કે પૈસાનું ટેન્શન વધે તો ખર્ચા ઓછા કરી નાંખો. સંબંધો વણસે તો થોડા સમય માટે એમના પર અલ્પવિરામ મુકો. થોડો સમય ખુદને અને સામેવાળી વ્યક્તિને આપો. આ સિવાય કોઇ બાબત નથી જે તમને આત્મહત્યા કરવા પ્રેરે. બહુ મગજમારીના ઝંઝાવાતો આવે તો શાંત પડીને બસ એ પળને વીતી જવા દો. બાકી બધુ જ સારાવાના થતું હોય છે. આપણી જીવનની બાજી ગોઠવતો કુદરત ઘણીવાર આપણને ચેક એન્ડ મેટ કહે છે ત્યારે તમે કઈ ચાલથી એને વિસ્મિત કરો છો એનું જ તો નામ હિરોગીરી છે.
અંતે એક વાર્તા કહીને આજનો લેખ પુરો કરીએ.
એક વ્યકિત આત્મહત્યા કરવાનું નક્કી કરે છે. જીવનથી નાસીપાસ થયેલ છે. બધી વાતે કંટાળેલ છે. બધી બાજુથી નિરાશ છે. દેવું વધી ગયેલુ છે. સંબંધીઓ સાથ છોડી જતા રહ્યા છે. પત્ની પિયરે જતી રહી છે. ફુટી કોડી પણ નથી એની પાસે. એટલે એ નક્કી કરે છે કે આપણે જીવનનો અંત આણવો. અને એ રેલ્વેટ્રેક પર જઈને આત્મહત્યા કરવી એવું એ ઠરાવે છે. પણ સાથે મુંઝાય છે કે આવ સાવું એકતરફી નિર્ણય લઈને જીવનને અન્યાય તો ના જ કરી શકાય. એટલે એ નક્કી કરે છે કે રેલ્વે ટ્રેક પાસે જતી વખતે રસ્તામાં કોઇ પણ ઠેકાણે કોઇ વ્યક્તિ આપણને જોઇને વિના કોઇ સ્વાર્થે સ્મિત આપે તો તે જ ઘડીએ પરત ફરવું અને જીવનને તક આપવી.હવે એ વ્યક્તિએ આત્મહત્યા કરી કે ના કરી, એનું શું થયુ ? એને કોઇએ સ્મિત આપ્યું કે ન આપ્યુ ? એ પરત ફર્યો કે નહિ ? એ બધા જ સવાલો બાજુ પર રાખી બસ એટલું જ કહેવાનું કે કોઇ વ્યક્તિ કોઇ જગાએથી તમારા સ્મિતની રાહ જોઇને ઉભી છે. તમે શું કરશો ?
જુઓ ભાઈ આમ તો મારી સલાહ એટલી જ છે કે આત્મહ્ત્યા કોઇ કાળે કરાય નહિ પણ હા જો તમારી લગ્નની ઉંમર હોય અને ધરતી પર સ્ત્રીઓમાં એકમાત્ર રાખી સાવંત બચી હોય અથવા પુરુષોમાં એકમાત્ર કમાલ ખાન(કેઆરકે) બચ્યો હોય તો ભગવાન પણ તમને આત્મહત્યા કરવાની છુટ આપશે.

No comments:
Post a Comment