તો વાત આગળ વધારીએ. ગયા અઠવાડિયે મે તમને જણાવ્યું તેમ કે વજન વધવાને કારણે લોકોએ કઈ રીતે વાતે વાતે ટોણો મારી મારું જીવન હરામ કર્યું હતું અને કેવા કેવા અખતરા કર્યા બાદ મેં આયુર્વેદના ડોકટર જયેન્દ્રનો સંપર્ક કર્યો અને દસ દિવસની ટ્રીટમેન્ટ શરું થઈ.
વજન ઉતારવા માટે ગમે તેવું ઓસડ લઈ આવો પણ એના માટે વધારે અગત્યની બાબત છે આપણી પોતાની નિષ્ઠા. વજન ઉતારવાના બધા અખતરા કર્યા બાદ તમને એવી એક માનસિક ધરેડ અનુભવાતી હોય છે કે આટ આટલા તુક્કા અજમાવ્યા તો હવે તો આ તો કરીએ. મેળ પડે તો ઠીક નહિ તો કંઈ નહિ. એટલે ડોક્ટર જયેન્દ્રને ત્યાંથી દસ દિવસની દવા લઈ આવ્યો. પણ એમણે આપેલી સુચના મુજબ પહેલા ત્રણ દિવસ માત્રને માત્ર કોફી કે ચા જ પીવાની ને દવા શરુ કરવાની. એન્કરિંગની ભર સીઝનમાં આવા અખતરા જોખમી કહેવાય. કારણ કે સતત ૫ કલાક ઉભા રહીને શો કરવાના હોય એ માટે ભરપુર એનર્જી જોઇએ અને તોયે મે આ અખતરો કર્યો. માત્ર ચા અને કોફી પર પહેલા ત્રણ દિવસ કાઢી નાંખ્યા. વજન ને લઈને લોકોના મ્હેણાં ટોણા કેવા ચુભ્યા હશે મને કે ડોકટરની સુચના અવગણવાની ઇચ્છા જ ના થઈ.
અને દસ દિવસ બાદ જ્યારે ફરી વજન કર્યુ તો ચમત્કાર ૭ કિલોગ્રામ વજનમાં ઘટાડો. ૧૧માં દિવસથી બધાની કમેન્ટ મળવાની શરુ થઈ. કે શું ચમત્કાર કર્યો દોસ્ત એ તો કહે વજન ઘટાડવા માટે ?
તમને એમ હશે કે દસ દિવસ દવા કરી અને મેં વજન ઉતારી નાંખ્યુ તો સાહેબ એ દસ દિવસ મારા માટે કેવા ગયા એ તો મનની જાણી રામ જ જાણે.
લોકોના કાઉન્ટર આ ટ્રીટમેન્ટ સામે.
૧. આવા બધા અખતરા નહિ કર નહિ તો વજન છે એનાથી વધારે થઈ જશે. મારા ફલાણા માસી-માસા-ફુઆ-ભાઈ-દોસ્તએ આવુ તેવું કરેલું તે એનું વજન પહેલા કરતા ડબલ થઈ ગયું.
૨. હવે એકથી શું થાય ? તમારી આગળ લોચો-ખમણ અને બધું ઝાપટટા લોકો તમારી પાછળ પડે અને કહે એક ખાને એક્થી શું થાય ? અને એવો દુરાગ્રહ કરીને તમારી પાછળ હાથ ધોઇને પડે. જોકે મારી દરવખતે સ્પષ્ટ ના રહેતી કે બોસ નહિ એટલે નહિ.
૩. અરે આવું બધુ કરે છે એના કરતા ફલાણી લાઈફવાળી દવા કર, ગ્રીન ટી પી, લીંબુ મધ પી, સાઈકલિંગ કર, ચાલવા જા, જીમ જા અને આવું તો ઘણું બધુ આવ્યું. સલાહ આપવામાં આપણી પ્રજા હંમેશા મોખરે રહેવાની એ વાત અલગ છે કે એના પાલનમાં એટલી જ વામણી પણ રહેવાની.
૪. આ સમયગાળામાં તમને ભુખ લાગે તો ? આ સમસ્યાના નિવારણ માટે મે પાણીપુરી દબાઈને ખાવાની શરુ કરી. અલબત્ત બટાકા વગરની. પાણીપુરી ખાવાની મઝા એ વાતની કે બધા જ સ્વાદ એમાં મળી જાય અને પેટ ભરાયા બાદ પણ વજન વધવાની સંભાવના નહિવત જેવી. પાણીપુરી ખાતી વખતે તમે પાણી જ વધારે પીવો.
૫. માત્ર જીભનો સ્વાદ આપવા પુરતુ જ ખાવુ. જે કોઈ પણ ખોરાક હું ખાતો તો માત્ર સ્વાદ ખાતર. પેટ ભરવા માટે નહિ. એટલે કે ફેમીલી સાઈઝનો પિઝ્ઝા આવ્યો હોય તો એમાંથી એક જ ટુકડો ખાવો. જે ખાવ તે સ્વાદ પુરતું.
૬. ૩૦ દિવસમાં ૨૦ કિલો વજન ઉતાર્યા બાદ હવે ? કારણ કે વજન ઉતર્યા બાદ એને મેન્ટેઈન કરવું એનાથી વધારે અઘરું કામ છે. જોકે એ સરળ થઈ ગયેલું હતું. વજન ઉતારવાની આ આખી પ્રક્રિયા દરમ્યાન તમારું શરીર એવું સંતુલિત થઈ જાય છે કે થોડા ખોરાકમાં જ તમારું પેટ ભરાય જતું હોય છે.
એક વર્ષ બાદ પણ આજે વજન એવું ને એવું અકબંધ છે. કારણ કે નિયમિત આહારની સાથે કેટલાક નિયમો સજ્જડ રીતે પાળવાના એટલે પાળવાના. જેમકે રોજ સવારે નાસ્તો હેલ્ધી અને ભારેખમ કરવો એટલે કરવો. બપોરનું લંચ સાંજનો નાસ્તો અને ડિનર સમયસર કરી જ લેવું. અઠવાડિયામાં કમસે કમ ૫ દિવસ તો જીમ જવું જ જવું અને એમાં ૨૦ મિનિટ દરરોજ ચાલવું. બને ત્યાં સુધી આપણને આળસુ બનાવે તેવી બધી જ સુવિધાઓ અવગણવી. ત્રીજે માળે તો લીફટ વગર ચઢી જવું, બને ત્યાં સુધી આસપાસના સ્થળોએ ચાલતા જ જવું જેવા નિયમો પણ ખરા.ખરેખર તો આપણે બધા આપણી જાતને છેતરતા જ હોઇએ છીએ. બાકી વજન ઉતારવી કોઇ રીતે અઘરું નથી. આપણને ખબર છે કે કયો ખોરાક આપણા માટે સારો છે અને કયો ખરાબ છે. કયા ખોરાકની કેવી અસર આપણા પર થશે. તોયે આપણે એ ખાતા કે પીતા હોઇએ છીએ. સગવડો વધારીને આપણે આળસુ અને પ્રમાદી જીવન જીવતા થઈએ અને પરિણામે મેદસ્વિતાને નોતરું આપી બધા રોગોનું ઘર બનીએ. એક વાત સમજી લેજો જો ખોરાકના કારણે વજન વધતું હોય તો એનાં કારણે જ ઉતરશે. શરુઆતમાં જીમ જઈ, યોગા કરીને વજન ઉતારવા જશો તો પરિણામ નહિ મળે. એટલે નાકની દાંડીએ ખોરાક પર ચાંપતી નજર રાખશો તો વજન સરળતાથી ઉતરી જશે. આજે હું બધા જ પ્રકારનું જંકફુડ ખાવ છું પણ સ્વાદ ખાતર. ઘણીવાર તો પેટ ભરાય એટલું પણ ખાવ છું પણ એ બધા જ માટે કડક નિયમ એવો જ કે જે વસ્તુ એક્વાર ખાધી તે મહિનામાં બીજીવાર ખાવી નહિ. આજે પિઝા ખાધા બાદ પિઝાનો નંબર એક મહિના બાદ જ આવશે.
વજન ઉતારવાનો સીધો સરળ ફોર્મ્યુલા એ જ કે પહેલા ખોરાક નિયમન ત્યારબાદ જીમમાં બોડી ટોનીંગ અને પછી યોગાના વર્ગો. જીવનમાં ધીરજ શબ્દને ઉતારશો તો ઘણી મદદ મળશે.