જે આંદોલનની સંવેદનશીલતા આખુ વિશ્વ અનુભવી રહ્યુ છે. જે આંદોલન પર વિશ્વના દરેક ભારતીય અને તેમા પણ દરેક ગુજરાતીની નજર છે તે બાબતે રાજ્ય સરકાર એમ કહે કે તેમણે પોલીસને લાઠીચાર્જનો કોઇ આદેશ નહોતો આપ્યો તે કેવી રીતે માની શકાય ? આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એના માટે ગુજરાત સરકારનું તંત્ર જ જવાબદાર છે. પોલીસને કઈ પીડ નહોતી ઉપડી સામેથી લાઠીચાર્જ કરવાની. સવારથી લઈને સાંજ સુધી શાંત રીતે આંદોલન કરતી પ્રજાને સરકારે જ છંછેડી. સરકાર એમ સમજી કે જેમ બાબા રામદેવને ભુતકાળમાં આવા આંદોલન કરવા માટે મારીને ભગાડ્યા હતા એમ આ લોકોને પણ પોલીસના દંડાવાળી કરશુ તો આંદોલન સમેટાય જશે. અને હવે રાંડ્યા પછીનું ડહાપણ કરવા બેઠા છે.
અરે અનામત માટેના જે નિયમો છે એની સમીક્ષા તો કરો. કે એને માટે ખરેખર લાયક કોણ છે ? કોણ નથી ? બંધારણ અને સુપ્રીમ કોર્ટને તો તમે લોકો દલા તરવાડીના ખેતરની જેમ ચલાવો છો. આ દેશના યુવાનને અનામતના નામે થયેલા અન્યાયનો આ પડઘો છે. અને આજે આ પરિવર્તન નહિ સ્વીકારાય તો આ દેશમાં ફરી નવગુજરાત આંદોલન જેવુ કોઇ વાવાઝોડુ આવશે.
મોદી સાહેબને એક જ વાત કહેવાની. તમે કાળુ નાણું વિદેશથી નહિ લાવશોને તો ચાલશે. પણ અયોગ્ય પાત્રોના હાથમાં જતા દાનની (સ્કોલરશીપની) રકમ બચાવશો તોયે કાળા નાણા કરતા વધુ રકમ હાથમાં બચશે. અને વિદેશ જઈને સેટલ થવાની ખેવના રાખતો યુવાન પોતાનુ બુધ્ધિધન દેશ માટે જ વાપરશે.
ચચરાટ- ન્યુઝીલેન્ડમાં પણ અનામત છે અલબત્ત વૄધ્ધો ,અપંગો અને બાળકો માટે. આપણુ ભણતર જે શીખવે છે તેનું પાલન તો આવા દેશોમાં અદભુત રીતે થાય છે. વિદેશની સરખામણીમાં રેસિઝમ-જાતિવાદનો વધારે અનુભવ તો આપણે ત્યા જ સહુથી વધારે થયો છે.
-મીત
સહુના મન નો મીત.