માનવતાના નામે બુમરાણ મચાવતી પ્રજાને એક પત્ર... તે પણ ચચરાટ જન્માવતો પત્ર..સુરતની પ્રજાનો વિરોધ ચરમસીમાએ હતો જ્યારે ગેંગરેપની ઘટના થવા પામી પણ...આ ગેંગરેપ પછી કેટલા બધા ઉઝરડા પડયા હશે એ માસુમ પર જો એણે તે દિવસના છાપાઓ વાંચ્યા હશે..મોટાભાગના છાપાવાળાઓએ જાણે નજરો નજર નિહાળીને ખબર છાપી હોય તેમ શબ્દે શબ્દે બળાત્કાર કરવામાં કોઇ કસર ના છોડી...અરે તક જોઇને હિન્દુ-મુસ્લિમના નામે કોમી કરાવવા સુધીની માનસિક્તા ધરાવનારા આપણે જ ને?
કોઇનો ગુસ્સો બીજા બધા પર..? ક્યાં નો ન્યાય...?
ચાલો થોડા ઉદાહરણો આપીએ..
૧.જ્યારે હિન્દુ સમાજમા એક વહુના કુખે બાળકી જન્મે ત્યારે નિરાશ થતા સાસરીયા કે જે વહુનુ જીવવાનુ હરામ કરી દે તે સાસરીયાને સમજાવવા કહેવાતા સંસ્કૃતિ રક્ષકો ક્યાં જાય છે ?
૨.તેવી જ રીતે સ્ત્રીને પગ તળે રાખવાની આદત ધરાવાતા ઈસ્લામી લોકોની માનસિકતાને શુ કહીશું ?
૩.વસુધૈવ કુટુંબકમ શીખવતા ભારતમાં રાજ ઠાકરે જેવી માનસિકતા નથી ? પછી અન્ય દેશોમા આપણા "ભારતીયો માર ખાય તેમા ખોટુ શું છે ? "
૪.ખબર હોવા છતા બાળકને રીક્ષાઓમા ખીચોખીચ ભરીને મોકલતા વાલીઓની માનસિકતાને શુ કહીશું ?
૫. અરે પોતાના બાળક્ને માતૃભાષા શીખવાડવા પણ જે વાલીઓ ટ્યુશન અપાવે તેમને શુ કહીશું ?
"આજે બાળકો પાસે અંધારુ નથી સંતાકુકડી રમવા માટે, આજે બાળકો પાસે દાદા નથી વાર્તા કહેવા માટે... "
બાકી વિરોધ કરવા જેવા મુદાઓ ક્યાં ઓછા છે ? તેમાં વિરોધ જે પીડીત વર્ગ છે તે સિવાય કોણ વિરોધ કરવા આગળ આવે છે ?
૧. વીર નર્મદ યુનિવર્સિટી બીજી પરીક્ષા આવી જાય ત્યારબાદ રીએસેસમેન્ટનું રીઝલ્ટ આપે..
૨.સ્થાનિક અમારી ખુદની સ્મીમેર મેડિકલ કોલેજમાં સ્થાનિક છોકરાઓ માટે ક્વોટા નથી.
૩.અમદાવાદ યુનિવર્સિટીમાં ફર્સ્ટ લીસ્ટ ફર્સ્ટ નેમ તરીકે એડમિશન લો તો આઉટ ઓફ યુનિવર્સિટીના છોકરાઓ માટે હોસ્ટેલમા જગા નથી.
૪.૫૫% મેળવેલ પછાત ઉમેદવાર સામે ૮૫% મેળવેલ બિન અનામત ઉમેદવાર ડોકટર બનવા ગેરલાયક ઠરે છે.
૫. ખાનગી શાળાઓ મરજી મુજબ ઉઘાડી લૂંટ સામે દરેકને ડર છે..
૬.અન્યાયનો પર્યાય સિવિલ હોસ્પિટલોમા વિરોધ જોયો છે?
દરેકને આવા ટાઈમે ગાંધી યાદ આવે છે જે એમને અન્યાય સામે ન્યાય અપાવે,અને પછી સતત જુની પેઢીના વાંકે નવી પેઢી વડે ગાળો ખાય..
વાત તદન સ્પષ્ટ છે.વાત છે તકલાદીપણાની , હા આપણા સ્વાર્થી પણાની....
અને અંતે .......,
ચચરાટઃ
મારી આ બધી વાતો વાંચી મમળાવી છતાં ઘણા કહેશે.."અમે આવી નેગેટીવ વાતો વિચારતા નથી..
B positive..
No comments:
Post a Comment