આખી રાત નીંદર નહિ આવી. ટેન્શનના લીધે નહિ પણ લુઝ મોશનના લીધે. ઉત્તરાયણ દિલ (તલના લાડુ)થી તમે ઉજવો એનું ઉત્તમ ઉદાહરણ-પરિણામ છે. ઝાડા. પતંગ ચગાવવા કરતા લુંટવામાં અને લુટેલા પતંગો્ને વેચવાનો શાહુકારી ધંધો જ બાળપણમાં આવડતો એટલે કોઇ પતંગ કપાય તો એના કપાવાના હરખ કરતાં એને લુંટવા મુઠ્ઠી વાળીને દોડવાનું મન થઈ આવે. આજે જોઇએ તેટલા પંજા (પતંગ) ખરીદી લેવાની હેસિયત હોવા છતાં મારા ભીતરના બાળકને તો પતંગ લુંટવા દોડવાની તલપ જ વ્હાલી લાગે. આ બધાની વચ્ચે ઘરે સંતાડીને રાખવું પડે ( કારણ કે મારી જેમ જ બાળકો તરત જ સફાચટ કરી દે) એવું પારલે-જીનું પેકેટ વ્હારે આવ્યું. કહે,
" ખા બકા ખા અને ભરી લે અપની હોજરી."
એમ થાય કે આપણી ભેગું પારલે-જી પણ ક્યાં મોટું થયુ છે ? આપણને ચાર રુપિયા પેકેટૅ મળતું આજે પાંચ રુપિયે મળે છે. (જો કે " હમારે જમાને મેં એસા મિલતા થા" એવો ભીડે માસ્તર મને ના સમજતા કારણ કે હું હજી વર્તમાન જમાનાનો જ છું.) પારલે-જી બનાવનાર કંપનીને પણ આ પ્રોડકટ સાથે કેવી લાગણી હશે કે એમણે એવી સોંગદ લીધી હોય કે "ભલે ગામ આખામાં રો મટીરીયલ્સનો ભાવ વધે પણ આનો ભાવ કદી વધવા નહિ દઈએ." આજે પણ માંદગીમાં કોઇ પારલે-જી લઈને ખબર કાઢવા આવે તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ભલેને સામે શબનમી અદાઓ સાથેના સફરજન હોય. નાનપણમાં માંદા પડતા તો વિચારતા કે ચાલો આ બહાને બધા આપણને કેટલી બધી પારલે-જીના પેકેટસ આપી જશે. એક પેકેટ પારલે-જી અને એક લોટો પાણી. પત્યું ! બાવન પકવાનોની મોજ એક પેકેટમાં મળી જાય.
પારલે-જીનું પેકેટ હાથમાં હોય ત્યારે સામે ગબ્બર જેવા ડાયલોગ બોલતા બાળકો હોય, "દો બિસ્કિટ દે દે ઠાકુર " તો કોઇ નિરુપમા રોય બની કહેતા હોય કે "ભગવાન કે લિયે દો બિસ્કુટ મેરી ઝોલીમે ડાલ દો મે તુમ્હારા અહેસાન કભી નહિ ભુલુંગી "
જેના નામમાં જ 'જી' લાગવાને કારણે રિસ્પેક્ટ ભારોભાર રહે છે તે પારલે-જી વાળી વાસી ઉતરાણની ફ્રેશ મોર્નિંગ બધાને મુબારક.
-સહુના મનનો મીત #પારલેજી
-સહુના મનનો મીત #પારલેજી