આ લેખ મારા બંન્ને ભાઈઓ અનિલ અને સંતોષ મિશ્રાને અને એ બંન્ને જેવા એ લોકોને સમર્પિત કે જેઓએ ક્રિકેટના રવાડે ચઢીને પોતાનું ભણતર બગાડ્યુ બાકી અનિલ આજે એન્જીનીયર હોત અને સંતોષ પોતાની કંપની ચલાવતો હોત.
સફારીના અંક નંબર ૨૫૭માં છપાયેલા સંપાદકનો પત્ર વાંચ્યા બાદ થાય કે ખરેખર જેને આપણે ભગવાન બનાવી બેઠા છીએ એ તો પાક્કો ધંધાર્થી છે. સાલુ કહેવુ પડે. આ લોકોની પાછળ આપણે ઘેલા ઘેલા રહીએ અને આ લોકો મસ્ત માલ છાપ છાપ કરે. આ લોકોને આપણી પડી જ નથી. માનુ છુ કે ઘણાય લોકો માટે આ લોકો હીરો હશે.અને બોસ ઘણા લોકો છે જે આના કરતા મોટાપાયે દેશની સેવા કરી ચુક્યા છે.( મારા માટૅ આવા લોકો કોઇ દી હીરો હતા જ નહિ- આ લોકોની સરખામણીએ હત્તર ગણા સારા લોકો મારા દેશે આપ્યા છે હીરો તરીકે આદર્શ બનાવવા માટૅ) સફારી મેગેઝીનનાં અંક નંબર ૨૪૭માં એક સાહસ કથા છે જેમાં ૧૯૭૧નાં યુધ્ઘમાં પાકિસ્તાનમાં યુધ્ધકેદી બનેલા ભારતીય પાયલટોએ અશક્ય એવું ભાગી છુટવાનું સાહસ ખેડ્યું. આવા તો કેટલાય અંકોમાં છપાયેલા ઘણા શહીદોની વાર્તા કોઇ વાંચવા જ નથી પામ્યુ અથવા તો વાંચવા જ નથી ગયું.દીલીપ પેરુલકર માલવિન્દરસિંહ ગ્રેવાલ અને હરીશ સિંહજી જેઓ ભારત કાજે લડ્યા અને ઉપરથી દુશ્મનને ત્યાથી ભાગી છુટીને દુશ્મનના ગાલે વીરતાપુર્વકનો તમાચો ઠોકયો.ટાંચા સાધનો હોવા છતા માત્ર મજબુત મનોબળથી દુશ્મનની સાન ઠેકાણે લાવનારા ઘણા ભારતીય સપૂતોની આગળ સચીન સાવ વામણો સાબિત થાય. આપણી સુરક્ષા એ મોટી જણસ છે. અને એ જણસ સાચવનારા આપણા આવા શહીદોની સામે સચિનને અને એના જેવા પાક્કા ધંધાર્થી ક્રિકેટરોને લખલુટ પ્રેમ કરનારાઓ આ લેખ ચોક્કસથી વાંચે. પછી નક્કી કરે કે કોને તમે ભગવાન બનાવી બેઠા છો. ટીમ ઇન્ડિયાને જેટલો સપોર્ટ કરો છો એટલો ઇન્ડિયાને કરતા હોઇએ તો કેવુ સારુ? અંહિ પીકેનો મશહુર ડાયલોગ સચીનને લાગુ પડે." યે તો સચીન ફિરકી લે રહા હૈ. યે તો રોંગ નંબર હૈ."

સંદર્ભ-સફારી મેગેઝીન અંક નંબર ૨૫૭ ઓક્ટોબર ૨૦૧૫
ચચરાટ-
આઈલાને પ્રેમ કરનારાઓ આ આર્ટિકલ વાંચ્યા પછી જો ટાયલા કરવાના હોય તો મોસ્ટ વેલકમ. મને પણ ખબર તો પડે કે મારા ફ્રેન્ડ લીસ્ટમાં કોણ કોણ ખાલી ટાયલા જ કરી જાણે છે.