Wednesday, April 1, 2009

ભગવાનનો ફેક્સ

ભગવાનનો ફેક્સ આવ્યો..ખુબ સારુ લખ્યુ છે.લખે છે....

વ્હાલા મીત્,

કેમ લા? કેમ નુ ચાલે છે? બધુ બરાબર છે ને? મને ખબર છે તુ ખુબ જ વ્યસ્ત છે,અને મને મળવા પણ માંગે છે.પણ ભઈલા એક વાત કહેવા માંગુ છુ.કે હમણા હું મંદીમા પડેલી ઘોંચ ને સોલ્વ કરુ છુ.મારા બેટા પહેલા બધા જલસા કરે ને પછી લુંટાય ગયાની બુમો પાડે!ઍટ્લે હમણા ખુબ બિઝી છુ.પણ ફેક્સ કરવાનુ કારણ એ હતુ કે જે વિચારો ને કારણે હુ તને માનુ છુ અને ચાહું છુ એ તારા વિચારોને ટકાવી રાખજે.કારણ કે આવા જ સમયે લોકો તમારા વિચારોને ફોલી ખાતા હોય છે,અને જો તારા વિચારો મા જરાપણ ફેરબદલ કર્યો તો જોઇ લેજે.સાલું તને સાચવી સાચવીને મે મારા ઘણા નિયમો તોડ્યા છે.પણ શુ કરુ તું મારુ કામ કરે છે તો તારી વાત તો માનવી જ પડે ને અને તને ના સાચવુ તો શું કરુ..તારી યાદ એટલા માટે પણ આવી કે તને ખબર છે કે દુનિયા કેવી છે? તને જ ખબર છે કે હું કોની પ્રાર્થના સાંભળતો હોવ છુ.તુ જે સંસ્થામા કામ કરે છે ત્યાં રોજ આવુ છુ.કારણ તને ખબર છે કે એ અંધ બાળકો જ મને ખરા દિલથી યાદ કરતા હોય છે.ઍમની એકે એક માંગણી પુરી કરવાનુ મન થાય.એમની પ્રાર્થના મા જે નિર્દોષતા હોય છે જે બુલંદ અવાજ હોય છે એવુ બીજે કયાંય જોવા નથી મળતી.આથી જ તને અહિ મોક્લ્યો છે.આ બધા માટે તારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર. બાકી કોઇકે લખ્યુ છે ને...
"બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે"

હવે તું જ કહે મારે શુ કરવુ? અને તું હવે પ્રાર્થનામાં પણ ક્યાં આવે છે? જો મીત મને તારા પર શ્રધ્ધા છે કે તુ મારા કામ પુરા પાડીશ.બસ તારી અંદરની મૃદૃતાને આમ જ જીવંત રાખજે.તું જેમ કોઇને અપમાનિત નથી કરતો તે મને ગમે છે.બસ આવી અહિંસા જાળવી રાખજે.. બોલ બીજુ શુ ચાલે છે? જો ગઈકાલે એક કળી ખાસ તારા માટે ખીલવી હતી..પણ તને મેસેજ ના કરી શક્યો.સોરી બકા..બેલેન્સ નહોતું. મંદીમા બધાના સેટીંગ કરવામા બેલેન્સ પુરુ થઈ ગયું.જો બીજી એક વાત ધ્યાનમા રાખજે.તારા માટે ઘણા કામ નક્કી કર્યા છે.તને મોક્ળાશ હશે ત્યારે જણાવીશ.અરે સાંભળ અહિં તો બધુ મેનેજ થાય છે.તારુ મેનેજમેન્ટ સાચવજે.અને હા તારા માટે એક ગુડન્યુઝ છે.જે તારુ જીવન બદ્લી નાંખશે.અને તારુ જે ધ્યેય છે ત્યાં પંહોચાડશે.એક અંદરની વાત કહુ પેલા ગાંધીજી હતા તેમની ફરી જરુર પડશે.અને તેમની જરુર બધાને વર્તાય છે.તુ મીની ગાંધી બની જા તો પણ તારી નૈયા પાર થઈ જશે.

હાલ પુરતા તો હરિભાઈ ના જય હો....( મે પણ જોઇ છે..)